ઇજાના પગલે સાપનું મોત:હિંમતનગરના ઇલોલમાં ખોદકામ કરતાં ત્રણ સાપ ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં એકનું મોત જ્યારે બે બચ્યાં

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

હિંમતનગર તાલુકાના ઇલોલમાં ખોદકામ કરતા સમયે ત્રણ સાપ નીકળ્યાં હતા. જેમને ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે જીવદયા પ્રેમીએ હિંમતનગર સરકારી દવાખાને લાવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન એક સાપનું મોત થયું હતું.

વન વિભાગને સાપ સોંપવામાં આવ્યાં
આ અંગે જીવદયા પ્રેમી મિતુલ વ્યાસે જણાવ્યું હતું કે, હિંમતનગરના ઇલોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળા સામે આવેલા ઘર આગળ ખાળકુવો ખોદાઈ રહ્યો હતો. તે દરમિયાન ત્રણ સાપ નીકળ્યાં હતા અને તેમને ઈજાઓ પહોંચી છે, તેવો કોલ આવ્યો હતો. ત્યારબાદ જીવદયા પ્રેમી ટીમના દેવા સોનારા તથા મિતુલ ઠાકોરને જાણ કરવામાં આવી હતી. જેને લઈને જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને સાપોને હિંમતનગર લાવી સરકારી હોસ્પિટલમાં ડૉ. ફૈઝ મોહમ્મદને બોલાવી સારવાર કરવામાં આવી હતી. સારવાર દરમિયાન એક સાપનું મોત થયું હતું, તો બે સાપને બચાવી લેવામાં આવ્યાં હતા. હિંમતનગર વન વિભાગના આશાબેન તથા વિમલ માળીને મૃત્યુ પામેલો એક સાપ અને બચાવી લીધેલા બે સાપ સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...