ઉમેદવારી પત્ર:ભાજપ અને કોંગ્રેસના ત્રણ ઉમેદવારો આજે ફોર્મ ભરશે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપ અને ખેડબ્રહ્મા પ્રાંતિજ બેઠક પર કોંગ્રેસે હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી

સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠકો પૈકી ભાજપે ત્રણ બેઠક પર અને કોંગ્રેસે બે બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. આજે સોમવારે ઈડર તથા ખેડબ્રહ્મા બેઠક માટે ભાજપના ઉમેદવાર અને હિંમતનગર બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવાના છે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરાયા બાદ ઉમેદવારોએ પોતપોતાના મત વિસ્તારમાં પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે. હિંમતનગર બેઠક પર ભાજપે ઉમેદવારને જાહેરાત કરી નથી. જ્યારે તલોદ બેઠકના ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર મંગળવારે ઉમેદવારી પત્ર ભરવાના છે. ખેડબ્રહ્મા બેઠકના ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલ અને ઇડર બેઠકના ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા આજે તારીખ 14-11-22 સોમવારે ફોર્મ ભરવાના છે.

કોંગ્રેસે પ્રાંતિજ અને ખેડબ્રહ્મા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા નથી. હિંમતનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કમલેશકુમાર પટેલ પણ આજે સોમવારે ફોર્મ ભરવાના છે. ઉમેદવારી પત્રો ભરાવાની સાથે સાચા અર્થમાં જિલ્લામાં રાજકીય ગરમાવો આવી જશે.

અન્ય સમાચારો પણ છે...