દારૂના વેપલા સામે પોલીસની લાલ આંખ:હિંમતનગર બસસ્ટેન્ડ આગળથી દારૂની ડિલીવરી આપવા આવેલી મહિલા સહિત ત્રણ ઝડપાયા; કુલ ચાર સામે ગુનો નોધાયો; એક ફરાર

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાના હિમતનગર બસસ્ટેન્ડ આગળ વિદેશી દારૂની ડીલીવરી આપવા આવેલી મહિલા સહીત ત્રણ શખ્સોની બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા.. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા મહિલાને સાબરમતી સબજેલમાં મોકલવામાં આવી હતી તો બે શખ્સોના બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. પોલીસે ઝડપાયેલા ત્રણ સહીત ચાર સામે ગુનો નોધી ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે આશરે 40 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
આ અંગે હિમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી.જોશીના જણાવ્યા અનુસાર સ્ટાફના કૃષ્ણસિંહ,રાકેશકુમાર, જીગ્નેશકુમાર, જાહિદહુસેન, હરપાલસિંહ, અજયસિંહ, પીનલબા વિજયકુમાર અને સંજયસિંહ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે હિમતનગર બસસ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન રાજસ્થાનના ખેરવાડાની મહિલા પાસે વિદેશી દારૂના બે થેલા અને વિજયનગરના ચિતરીયાના નીનામા ફળામાં રહેતા રોશન ચંદુભાઈ નીનામા પાસે વિદેશી દારૂના બે થેલા એમ ચાર થેલા વિદેશી દારૂ ભરીને હિમતનગરના બસ સ્ટેન્ડ સામે ભાડે રહેતો રાજસ્થાનના ઉદેપુર જીલ્લાના ખેરવાડા તાલુકાના પાટિયાના કાનપુર ફળામાં રહેતા સંજયકુમાર રમેશજી ગામીતને ડીલીવરી આપવા આવેલા હતા. દરમિયાન પોલીસે એક મહિલા સહીત ત્રણેયને કિંમત રૂપિયા 29 હજાર 940ના વિદેશી દારૂની 123 બોટલ અને મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 10 હજાર મળી રૂ. 39 હજાર 940નો મુદ્દામાલ કબજે લીધો હતો.

ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા
ત્યારબાદ પૂછપરછ કરતા મહિલા અને રોશન બંને દારૂની આપવા સંજયને આવ્યા હતા. તો સંજય આ દારૂ હિમતનગરના જૂની સિવિલ સામે ભાટવાસમાં રહેતા પ્રવીણકુમાર ઉર્ફે પુસ્યો અશોકભાઈ ભાટે મંગાવેલો જેને આપવાનો હતો.જેથી પોલીસે મહિલા સહીત ચારેય સામે ગુનો નોધ્યો હતો. પોલીસે વધુમાં જણાવેલુૃં કે દારૂ સાથે ઝડપાયેલી મહિલા સહીત ત્રણને કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં મહિલાના રિમાન્ડ ના મંજુર થતા તેને સાબરમતી જેલમાં મોકલી આપી હતી. તો રોશન અને સંજયના 13 તારીખની સાંજે 5 વાગ્યા સુધીના બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. ઉપરાંત પોલીસે વધુ તપાસ હાથ ધરી ફરાર પ્રવીણકુમાર ઉર્ફે પુસ્યો અશોકભાઈ ભાટને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...