સાબરકાંઠામાં મકરસંક્રાંતિના તહેવારને લઈને કાતિલ દોરીથી પશુ -પક્ષીઓને થતી ઈજાઓને બચાવવા માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સનાં કર્મચારીઓ દ્વારા પૂર્વ તૈયારીઓ કરાઇ છે.ઉત્તરાયણને અનુલક્ષીને તા.10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવાશે.
જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત 16 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. જેમાં હિંમતનગરમાં કુલ -3 એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ છે. જે સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ટોલ ફ્રી નંબર 1962 કાર્યરત રહેશે. જેમાં આં વર્ષે કુલ 90-95ઇમરજન્સી કોલ આવવાની સંભાવના છે.
ગુજરાત સરકાર અને ઇ. એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા પી.પી.પી મોડલ પર સાબરકાંઠા જિલ્લામાં એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હિંમતનગર ખાતે અને કુલ 15 દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં તાલુકાનાં જુદા જુદા ગામડાઓમાં કાર્યરત છે. જિલ્લામાં દરેક જનતાને નમ્ર અપીલ છે કે કોઈ પણ પશુ – પક્ષી ઇજા કે ઘવાયેલ દેખાય તો તરત જ ૧૯૬૨ ટોલ ફ્રી નંબર પર કોલ કરવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.