તસ્કરી:વડાલીમાં શિક્ષકના મકાનમાંથી સોનાના બિસ્કીટ સહિત 95 હજારની મત્તાની ચોરી

હિંમતનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકનો પરિવાર લગ્નમાં જતાં ચોરો હાથ સાફ કરી જતાં ચકચાર

વડાલીમાં ભાડાના મકાનમાં રહેતા શિક્ષકનો પરિવાર તા.07-05-22ના રોજ સ્કૂલમાં વેકેશન પડતાં અને કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી બપોરે ત્રણેક વાગ્યે વતનમાં ગયા બાદ રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને 1 સોનાનું બિસ્કીટ, દાગીના,રોકડ સહિત 95 હજારની ચોરી કરી પલાયન થઈ જતાં વડાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વડાલીમાં દૂધ ડેરી પાસે રહેતા બાબુભાઈ આર. ચૌધરી તા.07-05-22ના રોજ સ્કૂલમાં વેકેશન પડતાં અને કુટુંબમાં લગ્ન હોવાથી બપોરે ત્રણેક વાગ્યે વતનમાં કોદરામ ગયા હતા.

ત્યારબાદ પડોશી બાબુભાઈ માંગજીભાઈ પટેલે તા.12-05-22ના રોજ ફોન કરી મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરતા ઘરમાં તપાસ કરાવતા મેઈન દરવાજાનો નકૂચો તૂટેલ હતો અને સરસામાન વેરવિખેર હાલતમાં પડ્યાનું જણાવતાં બપોરે વડાલી આવી ઘરમાં જોતાં તિજોરીના દરવાજાનું લોક તોડી સોનાનું બિસ્કીટ 1 તોલાનું, ગળામાં પહેરવાનો સોનાનો સૂર્ય 2 ગ્રામનો, સોનાની કાને પહેરવાની કડીયો 7 ગ્રામની, સોનાની કાને પહેરવાની બુટ્ટીઓ 4 ગ્રામની, સોનાના કાને પહેરવાના ઝુમ્મર ટોપ 2 ગ્રામના તથા ચાંદીના છડો ચાંદીના બે સિક્કા, રોકડ રૂ.5 હજારની ચોરી થયાની જાણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...