ખેરોજ પંથકના બાવળકાંઠીયાની સીમમાં ચોરોએ સર્વે નં.38 માં લગાડેલ વીજ ટ્રાન્સફોર્મરમાંથી 70 લિટર ઓઇલ તથા લોખંડની એંગલો તેમજ વીજમોટર મળી કુલ રૂ.30 હજારની મત્તાની ચોરી કરી પલાયન થઇ જતાં ખેરોજ પોલીસ સ્ટેશનમાં યુજીવીસીએલ નાયબ ઇજનેરે ફરિયાદ નોંધાવી હતી.
તા.13-05-22 ના રોજ રાત્રે આઠેક વાગ્યાથી તા.14-05-22 ના રોજ સવારે છએક વાગ્યાના સમયગાળા દરમિયાન બાવળકાંઠીયાની સીમમાં સર્વે નં.38 માં લગાડેલ વીજ ટ્રાન્સફોર્મરમાંથી 70 લિટર ઓઇલ તથા લોખંડની એંગલો તેમજ વીજમોટર મળી કુલ રૂ.30 હજારની મત્તાની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ જતાં ખેરોજ યુજીવીસીએલ નાયબ ઇજનેર રાજુભાઇ ભેમાભાઇ ખરાડી એ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇલેક્ટ્રીસીટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.