તસ્કરી:હિંમતનગરના સૂરજપુરામાં નિવૃત્ત મામલતદારના મકાન સહિત બે મકાનમાં લાખોની ચોરીથી ચકચાર

હિંમતનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ કિલો ચાંદી, 5 થી 8 તોલા સોનાના દાગીના અને રું.40 થી 45 હજાર રોકડની ચોરી
  • ઠંડા પાણીનું માટલું અને લોટો પણ લઈ ગયા, પાણી પીધા બાદ નજીકના ખેતરમાં મૂકતા ગયા

હિંમતનગરના સૂરજપુરામાં નિવૃત્ત મામલતદારના મકાન સહિત બે મકાનમાં શુક્ર-શનિવારની રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ દોઢ કિલો ચાંદી, 5 થી 8 તોલા સોનાના દાગીના અને રૂ. 40 થી 45 હજાર રોકડની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. એક મકાનમાંથી ઠંડા પાણીનું માટલું અને લોટો પણ લઈ ગયા હતા તથા પાણી પીધા બાદ નજીકના ખેતરમાં મૂકતા ગયા હતા. ગાંભોઇ પોલીસે બન્ને સ્થળની મુલાકાત કરી કાર્યવાહી હાથ ધરી છે.

સૂરજપુરા ગામના અને નિવૃત્ત મામલતદાર રજુસિંહ મકવાણાએ જણાવ્યું કે શનિવારે સવારે ઊઠીને ઘરમાં જતા ચોરીની ખબર પડી હતી. પાછળના ભાગે આવેલ બારીની જાળી ખોલીને ચોર ઘરમાં ઘૂસ્યા હતા અને દરવાજો ખોલી દીધો હતો. વચ્ચેના ખંડમાં પડેલ પેટી ઉઠાવી ગયા હતા આગળના રૂમમાં દીકરો અને વહુ સૂઈ રહ્યા હોવાથી ત્યા કશું કર્યું નથી પેટીમાં દોઢેક કિલો ચાંદીના દાગીના વગેરે હતું. ઠંડા પાણીની માટલી અને લોટો પણ લઈ ગયા હતા દોઢ કિલો ચાંદીના દાગીના કાઢી લઇ મકાનથી થોડે દૂર ખેતરમાં નાખીને જતા રહ્યા છે.

તેમણે ઉમેર્યું કે ગામમાં અરવિંદભાઈ અમીચંદભાઈ પટેલના ઘેર પણ ચોરી થઈ છે અને 40 થી 45 હજારની રોકડ 5 થી 8 તોલાના સોનાના દાગીના સહિતની ચોરી થવાની ચર્ચા સાંભળવા મળી છે. અરવિંદભાઈ પટેલના જમાઈ અશ્વિનભાઈએ જણાવ્યું કે પોલીસ આવી છે તપાસ ચાલુ છે. તાજેતરમાં લગ્ન પ્રસંગ હતો જેથી દાગીના ઘેર લાવ્યા હતા બેંક લોકરમાં પાછા કેટલા મૂક્યા અને ઘેર કેટલા દાગીના હતા. તે લોકરમાં તપાસ કર્યા બાદ ખબર પડશે અમે બેંકમાં જઈ રહ્યા છીએ. પોલીસે બન્ને સ્થળ ની વિઝીટ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...