ચોરીથી ચકચાર:હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં બંધ ઘરમાંથી 97હજારની મત્તાની ચોરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનમાલિક બહારગામ અને ચોરો હાથ સાફ કરી ગયા
  • ​​​​​​​સોના-​​​​​​​ચાંદીના દાગીના અને રોકડની ચોરીથી ચકચાર

હિંમતનગરના સહકારી જીન ચાર રસ્તા વિસ્તારમાં ધોળે દા'ડે થોડા સમય માટે બંધ થયેલ મકાનનું તાળું તોડી ચોરો રૂ. 97,હજારની મત્તાનો હાથ ફેરો કરી પલાયન થતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સહકારી ચાર રસ્તા નજીક મેપલ ક્રિસ્ટલ બંગલોઝમાં રહેતા ગીતાબેન મહેશભાઈ બદાભાઈ ગામેતી તા. 06-09-22ના રોજ તેમના દીકરો અને દીકરી નોકરીએ ગયા બાદ સવારે દસેક વાગ્યાના સુમારે તલોદ આઈટીઆઈમાં કામ હોવાથી ઘરને તાળું મારીને તલોદ ગયા હતા બપોરે બે એક વાગ્યાના સુમારે પરત આવતા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું.

ઘરમાં પ્રવેશતા બધો સામાન વેર વિખેર પડેલો જોતા ધ્રાસકો પડ્યો હતો ઘરમાં ટીવી શો કેસના ખાનામાં મૂકેલ દોઢ તોલાની સોનાની ચેન, સોનાના ચાર ગ્રામની બુટ્ટીઓ, સોનાની ચુની ચાંદીના છડા 300 ગ્રામના અને રોકડા 7000 મળી કુલ રૂ. 97,000 ની મત્તાની ચોરી થયાની જાણ થતાં દીકરા અને દીકરીને બોલાવી વાત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...