ફરિયાદ:તલોદના માધવગઢમાં 54 હજારના સળિયાની ચોરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવીન મકાન બનાવવા લાવ્યા હતા

તલોદના માધવગઢમાં ખેતરમાં નવીન મકાન બનાવવા કુલ 716.400 કિલો કિં.રૂ.54,337 ના અલગ અલગ દિવસે લાવેલ લોખંડના સળિયા રોડ સાઇડે ખૂલ્લામાં મૂક્યા હતા જે કોઇ ચોરી જતાં તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

તા.18-05-22 ના રોજ સવારે હાર્દિકકુમાર કિરીટભાઇ પટેલ તેમના ઘેર હતા તે દરમિયાન તેમના પિતા કિરીટભાઇનો ફોન આવ્યો કે માધવગઢની સીમમાં વેણ નામથી ઓળખાતા તેમના ખેતરમાં જ્યાં નવીન મકાનનું કામ ચાલતુ હોઇ જોવા ગયા હતા.

ત્યારે મકાનના કામ માટે લાવેલા લોખંડના સળિયા જે રોડ સાઇડે ખૂલ્લામાં મૂક્યા હતા તે જોવા ન મળ્યા નથી જેથી હાર્દિકકુમાર ખેતરે પહોંચતા આજુબાજુમાં લોખંડના સળિયાની શોધ કરી હતી પરંતુ મળી ન આવતા બંને પિતા પુત્ર તલોદ પોલીસ સ્ટેશને પહોંચી અલગ અલગ તારીખે લાવેલ લોખંડના સળિયા કુલ વજન 716.400 કિલો રૂ.54,337 કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...