વિવાદ:ફરિયાદીના પરિવારની મહિલાઓએ વીડિયો રેકોર્ડિંગ કરતાં મહિલા પોલીસે ટકોરતાં ઝપાઝપી

હિંમતનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડર પોલીસ સ્ટેશનમાં દારૂના ઠેકાવાળા સામે નોંધાઈ રહેલ ગુનાની કામગીરી દરમિયાન
  • મહિલા પોલીસકર્મીને ધક્કો મારી હાથ મચડી ધમકી આપતાં 3 મહિલાઓ સામે ફરિયાદ

ઇડર પોલીસ સ્ટેશનમાં દારૂના ઠેકાવાળા સામે નોંધાઈ રહેલ ગુનાની કામગીરી દરમિયાન ફરિયાદીના પરિવારની મહિલાઓ દ્વારા થઈ રહેલ વિડીયો રેકોર્ડિંગ ગેરકાયદે હોવા અંગે મહિલા પોલીસકર્મીએ ટકોર કરતાં તેને ધક્કો મારી હાથ મચડી ઝપાઝપી કરીને તું કઈ રીતે મહિલાને થપ્પડ મારી શકે તેમ કહી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી તું કેવી રીતે નોકરી કરે છે ની ગર્ભિત ધમકી આપતાં મહિલા પોલીસકર્મીએ ત્રણ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઈડરના પાંચ હાટડીયા વાઘેશ્વર મંદિર બાજુમાં રહેતા અલ્પેશકુમાર ચીમનલાલ ચૌહાણને દારૂનો અડ્ડો ચલાવતા શખ્સના પરિવાર અને માણસોએ માર્યાનો ગુનો નોંધાઈ રહ્યો હતો તે દરમિયાન અલ્પેશકુમારના પરિવારના શ્વેતાબા ઉર્ફે રાણી હિંમતસિંહ અને અરુણાબેન વિહોલ તથા જયશ્રીબેન વિહોલ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને શ્વેતાબાએ વીડિયો રેકોર્ડિંગ કરવાનું શરૂ કરતાં પોલીસકર્મી નયનાબેન જશવંતભાઈએ આમ ન કરવા જણાવતા શ્વેતાબાએ નયનાબેનને ધક્કો મારી હાથ મચડી ઝપાઝપી કરી હતી.

દરમિયાનમાં જયશ્રીબેન પણ આવી ગયા હતા અને તું-તારી કરી નયનાબેનને તું કઈ રીતે મહિલાને થપ્પડ મારી શકે, તારી વિરુદ્ધ એસ.પી.ને ફરિયાદ કરવા જઈએ છીએ તું કેવી રીતે નોકરી કરે છે તે તને બતાવશુંની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...