દંડ:સાબરકાંઠામાં ટોબેકો કંટ્રોલ સેલે 62 વેપારીઓને દંડ્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત માસમાં ડ્રાઇવ યોજાઇ હતી, કુલ 10450નો દંડ વસૂલ કરાયો

સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગત ડિસેમ્બરમાં ટોબેકો કંટ્રોલ સેલની ડ્રાઇવ દરમિયાન જિલ્લાના પાંચ તાલુકાના 62 વેપારીઓ કાયદાની વિવિધ જોગવાઈઓના ભંગ કરતાં પકડાયા હતા અને તેમની પાસેથી કુલ રૂ.10,450 નો દંડ વસૂલ કરાયો હતો.

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટોબેકો કન્સલ્ટન્ટ ડો.પ્રવિણ ડામોરના માર્ગદર્શન હેઠળ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ડ્રાઇવ યોજાઇ હતી. ટોબેકો કંટ્રોલ સેલમાં ફરજ બજાવતા સાયકોલોજીસ્ટ નેહા સિસોદિયા અને સોશિયલ વર્કર અરવિંદસિંહ ચંપાવત તથા પોલીસના સહયોગથી પ્રાંતિજ, ઇડર, વડાલી, તલોદ અને પોશીના તાલુકા વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-03ના અમલીકરણ અને જનજાગ્રૃતિ અર્થે ડિસેમ્બર માસમાં ડ્રાઇવ યોજાઇ હતી.

જે અંતર્ગત કલમ-4 ( જાહેર જગ્યાએ ધ્રુમ્રપાન કરવા પર પ્રતિબંધ) કલમ-6,અ (18વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુના વેચાણ પર પ્રતિબંધ) તેમજ કલમ-6,બ(શૈક્ષણિક સંકુલની 100 યાર્ડ વિસ્તારમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ) જેવી કલમોના ભંગ કરવા બદલ કુલ 62 જેટલા તમાકુ વિક્રેતાઓ પાસેથી રૂ.10450 દંડની વસૂલ કરાયો હતો. આ ડ્રાઈવ દરમિયાન તમાકુ વિક્રેતાઓને તમાકુ નિયંત્રણ અધિનિયમની વિવિધ કલમો અંગે જાણકારી અપાઇ હતી. તેમજ તમાકુ અધિનિયમની વિવિધ કલમોનું પ્રમાણિકપણે ચુસ્તપાલન કરવા અંગે સૂચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...