સાબરકાંઠામાં પશુઓ માટે લાગ્યું લોકડાઉન!:જીલ્લામાં લમ્પી વાઈરસે પગ પેસારો કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું; 15 દિવસ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

સાબરકાંઠા (હિંમતનગર)10 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લામાં લમ્પી વાઈરસે પગ પેસારો કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તો રસીકરણ પણ શરુ કરી દેવાયું છે તો બીજી તરફ વાઈરસને પ્રસરતો અટકાવવા માટે જીલ્લા કલેકટર દ્વારા 15 દિવસ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યુ
આ અંગેની વિગત એવી છે કે કોરોના સમયમાં સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન લાગ્યું હતું તો હવે પશુઓમાં લમ્પી ડીસીઝ વાઈરસને પ્રસરતા અટકાવવા માટે જીલ્લા કલેકટરે 15 દિવસ માટે એક ગામથી બીજે ગામ પશુઓની હેરફેર નહિ કરી શકાય તે માટેનું જીલ્લા કલેકટરે 3 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધીનું જાહેરનામું બહાર પાડ્યું છે. તો લમ્પી સ્કીન ડીસીઝ રોગના વાયરસના સંક્રમણને અટકાવવા સાબરકાંઠા જીલ્લામાં અન્ય રાજ્યો કે અન્ય જિલ્લાઓમાંથી કે સાબરકાંઠા જીલ્લાના એક તાલુકામાંથી બીજા તાલુકામાં અને એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર નહિ કરી શકાય તો પશુઓના વેપાર,પશુ મેળા,પશુ પ્રદર્શન પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતા હોય તેવા તમામ આયોજનો ઉપર પ્રતિબંધ મુક્યો છે. રોગવાળા જાનવરો,રોગથી મરેલા જાનવરો, ખુલ્લા છોડી દેવા તથા લાવા લઈ-જવા પર પ્રતિબંધ તો રોગી જાનવરોની જગ્યાને સ્વચ્છ રાખવા વ્યવસ્થા કરવા સુચન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...