લાખોનો ખર્ચ પાણીમાં:હિંમતનગર સિવિલમાં લાખોનો ખર્ચ કરી બનાવેલ STP પ્લાન્ટ છેલ્લા અઢી- ત્રણ વર્ષથી ધૂળ ખાય છે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટીપીનો હેતુ ગંદા પાણીને વાપરવા લાયક બનાવી ગાર્ડનિંગ માટે સંકુલના ફૂલ ઝાડને પાણી આપવાનો હતો
  • ગંદા પાણીનું સીધું ગટર લાઈનમાં કનેક્શન આપી દીધું, સંકુલમાં લગાવાયેલ ફાયર એસ્ટીંગ્યુસરની તારીખ પણ એક્સપાયર થઇ ગઇ

હિંમતનગર શહેરની સિવિલ અને મેડિકલ કોલેજમાં ગંદા પાણીના નિકાલ અને ગંદા પાણીને ટ્રીટમેન્ટ આપી ફરી વપરાશ યોગ્ય કરવા બનાવાયેલ સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. લાખોના ખર્ચે બનાવાયેલ બંને એસટીપીનો હેતુ પાણીને વાપરવા લાયક બનાવી ગાર્ડનિંગ માટે સંકુલના ફૂલ ઝાડને પાણી આપવાનો હતો. છેલ્લા અઢી ત્રણ વર્ષથી પ્રોજેક્ટ ઇમ્પલીમેન્ટેશન યુનિટ દ્વારા અગમ્ય કારણોસર એસટીપીના ખર્ચ અને હેતુનો છેદ ઉડાડી દઈ ગંદા પાણીનું સીધું ગટર લાઈનમાં કનેક્શન આપી દેવાયું છે. સંકુલમાં લગાવાયેલ ફાયર એસ્ટીંગયુરર પણ એક્સપાયરી ડેટના થઈ ચૂક્યા છે.

હિંમતનગર શહેરના હડિયોલ પંચાયત વિસ્તારમાં 650 કરોડથી વધુના ખર્ચે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને સિવિલ બનાવાઇ છે. જે તે સમયે સંકુલના ગંદા પાણીના નિકાલ માટે લાખોના ખર્ચે એસટીપી બનાવાયા હતા. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો હેતુ એ હતો કે ગંદા પાણીને ટ્રીટમેન્ટ આપી તેનો નિકાલ કરવો અને સંકુલમાં થનાર ગાર્ડનિંગ માટે ફૂલ છોડને પાણી પીવડાવવા આ પાણીનો ઉપયોગ કરવો. જાણવા મળતી માહિતી મુજબ અઢી ત્રણ વર્ષ અગાઉ એસટીપીના ફિલ્ટર ચોકઅપ થઈ ગયા હતા અને નિયમિત અંતરાલે બદલવા જરૂરી હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી હતી ફિલ્ટર અને મોટરોની કિંમત 60,000 થી માંડી 1,00,000 ઉપરાંતની થવા જતી હતી.

એસટીપી નો કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો હતો નિયમિત મેન્ટેનન્સ ના અભાવે મોટરો બળી જવી અને ફિલ્ટર ચોકઅપ થઈ જવાની સમસ્યાઓ તથા વચ્ચેનો રસ્તો કાઢી ગંદા પાણીની નિકાલની લાઈનોનું સીધું ગટર લાઈનમાં કનેક્શન આપી દેવાયું છે. સંકુલમાં પ્રોજેક્ટ ઇમ્પલિમેન્ટેશન યુનિટ ચાલી રહ્યું છે અને તેમના પગાર નો ખર્ચ પણ પડી રહ્યો છે. સમગ્ર મામલે ડીન રાજીવ દેવેશ્વરનો સંપર્ક કરવા પ્રયાસ કરતાં તેમણે ફોન રિસીવ કરવાનું મુનાસીબ ન હતું. હિંમતનગર મેડિકલ કોલેજ અને સિવિલમાં ગંદકી અને સ્વચ્છતા ના અભાવ સહિત સારવાર સુવિધાઓની બૂમો ઊભી થતી રહે છે જેની પાછળ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ નિયમિત આવતો ન હોવાની અને બેદરકારી દાખવતો હોવાનું સિવિલ સૂત્રો દ્વારા જાળવવા મળી રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...