• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • The Statue Of Ganesha Was Unveiled With The Chant Of 'Ganpati Bapa Moriya...agale Baras Tu Sukh Ana'; A Procession Took Place In The City With A DJ

હિંમતનગરમાં જામ્યો ભક્તિનો માહોલ:'ગણપતિ બાપા મોરિયા...અગલે બરસ તુ જલ્દી આના' નાદ સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું; શહેરમાં ડીજે સાથે નીકળી શોભાયાત્રા

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે ઠેર ઠેર ગણેશ વિસર્જનને લઈને શોભાયાત્રા નીકળી હતી. તો હિંમતનગરના વિનાયકનગર, શક્તિનગર, પોલોગ્રાઉન્ડ, જૂની જીલ્લા પંચાયત અને લક્ષ્મીનારાયણ મંદિરથી ગણેશજીની ડીજે સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

કોરોના કાળના બે વર્ષ બાદ શુક્રવારે ગણેશ વિસર્જનની શોભાયાત્રા શહેરીજનો જોડાયા હતા. હિંમતનગરના છાપરીયા, પોલોગ્રાઉન્ડ, ખાડિયા, જૂની જીલ્લા પંચાયત સહિતના વિવિધ વિસ્તારોથી ગણેશજીને દશ દિવસ પુજન અર્ચન કર્યા બાદ વિસર્જનની શોભાયાત્રા યોજાઈ હતી.

હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમાં 26 વર્ષથી યોજાતા ગણેશ મહોત્સવમાં અષ્ટ વિનાયક ગણપતિ મંદિરેથી અબીલ ગુલાલની છોડો સાથે 'ગણપતિ બાપ્પા મોરિયા...અગલે બરસ ટુ જલ્દી આ...'ના નાદ સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ડીજે સાથે ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી. છાપરીયા વિસ્તારમાં ફરી હતી. આ ઉપરાંત શહેરના પોલોગ્રાઉન્ડના અલકાપુરી વિસ્તારથી ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં ફરી હતી. હિમતનગર શહેરમાંથી ફરીને આ વિસર્જનની શોભાયાત્રા હાથમતી નદી પાસે પહોચી હતી. જ્યાંથી અલગ અલગ સ્થળે વિસર્જન માટે પ્રસ્થાન કર્યું હતું. તો છાપરિયા વિસ્તાર પાસે વિનાયકનગરમાં અષ્ટવિનાયક મંડળ દ્વારા 26માં ગણેશજીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે ગણેશજીની શોભાયત્રા યોજાઈ હતી. જેમાં ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રામાં ભક્તો ગરબે પણ ઘૂમ્યા હતા. તો ડીજેના તાલે ડાન્સ પણ કરતા નજરે પડ્યા હતા. શોભાયત્રમાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલી ગણેશજીની વિસર્જન યાત્રા હાથમતી નદી કિનારે પહોચી હતી. જ્યાં ભક્તોએ પ્રતિમાનું પૂજન અર્ચન કર્યા બાદ પાણીમાં પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...