કાર્યવાહી:તાજપુરકૂઈમાં દુકાનમાં અને બરોડા ગ્રામીણ બેંકમાં તસ્કરો રાત્રે ત્રાટક્યા

તાજપુરકૂઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનમાંથી કંઈ હાથ ન લાગતાં સીસીટીવીનું ડીવીઆર લઈ ગયા

તાજપુરકૂઇમાં ચોરોએ દુકાન અને બરોડા ગ્રામીણ બેન્કને નિશાન બનાવી હતી. જેમાં દુકાનમાં કંઇ હાથ ન લાગતાં સીસીટીવીનું ડીવીઆર તોડી લઇ ગયા હતા અને બેન્કમાંથી કંઇ પણ હાથ લાગ્યું ન હતું. આ અંગે પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.

તાજપુરકૂઈમાં ને.હા 8 પર બંસી ટ્રેડર્સ નામની હાર્ડવેરની દુકાનમાં શુક્રવારની રાત્રિએ તસ્કરો એ તસ્કરી કરીએ પહેલાં સીસી કેમેરા તોડી નાખ્યા હતાં. મળતી માહિતી મુજબ દુકાન માંથી કઈ સરસમાન ગયેલ નથી દુકાન માલિક સંદીપ પટેલ આ અંગે વહેલી સવારે પોતાની દુકાન આવતા શટર તોડેલું જણાતા ચોરી થયાનું માલુમ પડતા તાત્કાલિક પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી.

પ્રાંતિજ પોલીસને જાણ કર્યા બાદ 2 કલાક પછી સ્થળ પર આવી યોગ્ય તપાસ કરી હતી. પરંતુ ચોરો સીસીટીવી કેમરાનું ડીવીઆર લઈ ગયા છે અને દુકાનમાં મૂકેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા છે. તસ્કરોને દુકાનમાંથી કઈ ન મળતા બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ને નિશાન બનાવી શટરનું તાળું તોડી પણ કંઈ હાથ લાગ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...