ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકમાં ત્રણ તાલુકા નો સમાવેશ થાય છે અને ત્રણેય તાલુકામાં ભૌગોલિક સામાજિક સ્થિતિ અલગ અલગ છે.વિજયનગર તાલુકાના મતદારો નિર્ણાયક સાબિત થશે. ખેડબ્રહ્મા વિધાનસભા નાંકુલ 2,83079 મતદારો પૈકી વિજયનગર તાલુકાના 85614 મતદારોના મતદાનમાં વિજયનગર તાલુકાના કુલ 5 ઉમેદવારોમાં થનારું વિભાજન આ બેઠકનું ભાવિ નક્કી કરશે. બંને મુખ્ય રાજકીય પક્ષોમાં આંતરિક જૂથવાદ અને અસંતોષ ચરમે છે ખેડબ્રહ્મા અને પોશીના પંથકમાં હજુ પણ ચૂંટણી પ્રચારમાં જોઈએ તેવો ગરમાવો આવ્યો નથી.
પોશીના : પોશીના તાલુકામા હાલની વિધાનસભાની ચૂંટણીને લઈ ને કોગ્રેસ અને ભાજપ વચ્ચે જ આ વિસ્તારમા ચર્ચા છે આમ આદમી પાર્ટી નુ નહિવત છે મુખ્ય ભાજપના ઉમેદવાર નો સંગઠન અને લોકોમા અસંતોષ છે જેથી ભાજપ અને કોગ્રેસ બંન્ને પક્ષના કાર્યકરોના અસંતોષ નો સામનો અશ્વિનભાઈને કરવો પડે તેમ છે હાલ ભાજપ ના કાર્યકરો મન મુકીને પ્રચાર કરતા નથી અને ખાસ પોશીના તાલુકામા ભાજપ નુ કોઈ નામ સાભળવા તૈયાર નહતા તેવા સમયથી જે કાર્યકરોએ ભાજપ નુ કામ અને નામ કર્યુ તેવા જૂના કાર્યકરોની અવગણનાનું કારણ મુખ્ય છે અને વખતે સ્થાનિક ઉમેદવાર ની માંગ ઉઠેલ તે નડી શકે છે પરંતુ આ વિસ્તાર ના લોકોની નાડ પારખવામા અશ્વિનભાઈ માહેર હોઈ છેલ્લી ઘડીએ ઉલટફેર કરી શકે છે પ્રચાર મંદ ગતીએ ચાલી રહ્યો છે.
ખેડબ્રહ્મા : વિધાનસભામાં ચૂંટણી લઈ ઉમેદવારો પોતપોતાના પ્રચાર માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. પણ મતદારોનું મૌન કળી શકવામાં અસફળ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. છ માસ અગાઉ અશ્વિન કોટવાલ કોંગ્રેસ છોડી ભાજપમાં આવી જતાં રાજકીય સમીકરણો બદલાયા છે કોંગ્રેસે પણ તુષાર ચોધરીને ઉતારતા હરીફાઈ પેદા થઈ છે તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આવતા તેમના મત કોને ફાયદો કરાવે છે તે રસપ્રદ બની રહેનાર છે. ત્રણેય ઉમેદવારો પોતાનો પ્રચાર કરી રહ્યા છે પણ મતદારોમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી રાજકીય પાર્ટીઓમાં પણ ચિંતા દેખાઈ રહી છે ખેડબ્રહ્મા તાલુકાનાં આદિવાસી સમાજ સિવાયના ગામડાઓ સહિત કોંગ્રેસના ગઢ ગણાતા ગામડાઓમાં ભાજપ પોતાનું જોર લગાડી રહ્યું છે જ્યારે કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટબેંક પર ફોકસ કરી રહી છે. આમ આદમી પાર્ટી જેટલા વોટ લઈ જશે તેટલો ભાજપને ફાયદો થઈ શકે છે.
વિજયનગર:કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચોધરી તેમના પિતા અમરસિંહ ચૌધરીનાં કાર્યોનાં આધારે ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વિજયનગર તાલુકાના પાલ પટ્ટાનાં પરવઠ ગામના અને સાત મહિના અગાઉ ભાજપમાં જોડાનારા અશ્વિનભાઈ કોટવાલ પિતાના મળેલા રાજકીય વારસાને આગળ ધપાવી રહ્યા છે. પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી રૂપસીભાઈ ગામેતીનાં પુત્ર તથા પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનાં અંગત મદદનીશ રહેલા બિપીનભાઈ ગામેતી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે મેદાને છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી માંથી ઝંપલાવનાર રાવજીભાઈ પાંડોરે ખેતીવાડી વિભાગ માંથી સેવાનિવૃત્ત થઈ જંગલ જમીન મુદ્દે સરકાર સમક્ષ સમાજના પ્રશ્નોને ઉઠાવવાના મનસૂબા સાથે ઝંપલાવતા વિજયનગર તાલુકાના આદિવાસી મતદાતાઓનાં મતોનું વિભાજન જીતનું મહત્વનું પરિબળ બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.