મોતીપુરા નેશનલ હાઇવે નં.8 પોલિટેકનિક સર્કલથી ગઢોડાને જોડતા માર્ગને પહોળો કરવાના પ્રયાસો સફળ થતા રાજ્ય સરકારે 6.57 કીમી.ના માર્ગને 3 મીટરમાંથી 10 મીટર પહોળાઇનો કરવા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂ.10 કરોડની મંજૂરી આપતા ખુશીની લહેર પ્રસરી હતી.
મોતીપુરા પોલિટેકનીક સર્કલથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ સુધીનો માર્ગ હાલમાં 7 મીટર પહોળાઇ અને સિવિલથી ગઢોડા સુધીનો 4 કિ.મી. થી વધુ લંબાઇનો માર્ગ 3 મીટરની પહોળાઇ ધરાવે છે. અવર જવર વધતા અને અવાર નવાર ટ્રાફિકની સમસ્યાની બૂમ ઉભી થઇ રહી હોવાથી હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા દ્વારા મુખ્ય માર્ગ બની ગયેલ આ માર્ગને પહોળો કરાવવા પ્રયાસ હાથ ધરતા માર્ગ મોકળો બન્યો છે. તેમણે જણાવ્યુ કે માર્ગ ચાર માર્ગીય બનાવવા અને સિવિલથી ગઢોડાનો માર્ગ 10 મીટર પહોળાઇ ધરાવતો કરવા બાંધકામ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રૂ.10 કરોડના ખર્ચને મંજૂરી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.