હિંમતનગરના ડો.નલિનકાન્ત ટાઉન હોલ ખાતે યુવા સંસદ કાર્યક્રમ નેહરૂ યુવા કેન્દ્રના અધિકારી અક્ષય શર્માની ઉપસ્થિમાં યોજાયો હતો. આ પ્રસંગે નેહરૂ યુવા કેન્દ્રના અધિકારી અક્ષય શર્મા દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યુ હતુ. જાદર કોલેજના પ્રન્સીપાલ ડૉ. કે.જી. પટેલે યુવાનોને માર્ગદર્શન આપ્યુ હતુ. આભાર દર્શન તથા રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નેહરૂ યુવા કેન્દ્રના ભરત ગાંધી, કનુસિંહ રાઠોડ તથા જાદર કોલેજના પ્રા.મહેન્દ્ર પ્રજાપતિએ કર્યુ હતુ.
નેહરૂ યુવા કેન્દ્રના અધિકારી અક્ષય શર્મા યુવાનોને સંબોધતા જણાવ્યું કે,1 ડીસેમ્બર 2022 થી લઈ 30 નવેમ્બર 2023 સુધી જી-20 કરવાનું ભારતને બહુમાન મળ્યું છે. એ આપણા માટે ગર્વની વાત છે. જી-20 સૌ પ્રથમ 1999માં શરૂ થઈ હતી. જેનો મુખ્ય ઉદેશએ હતો ઇકોફોરેન્સિથી બચાવવાનો હતો. જ્યારે પૂરા વિશ્વમાં કોઈપણ મુશ્કેલી સર્જાય ત્યારે ભારત દેશ સૌથી આગળ હોય છે. દરેક દેશ સાથે મળી ચાલવાનું જેમાં ભારતની ઇન્ટરનેશનલ ઇકોનોમીમાં વધારો જોવા મળી રહ્યો. ભારત દેશએ એક એવો દેશ છે, કે જે દરેક દેશ સાથે સંકલન ધરાવે છે.
જી-20 અને વાય-20, યુથ ઇન ડેમોક્રેસી, કલાયમેન્ટ ચેન્જ એન્ડ ડીઝાસ્ટર રીકસ રીડકશન, પીસ બિલ્ડીંગ એન્ડ રીલન્સીલીયેશન તથા ઈન્ટરનેશનલ ઇયર ઓફ મીલેટ એન્ડ મીશન લાઈફ સંદર્ભે જાણકારી આપી હતી.
ત્યારબાદ ડૉ. કિષ્ણાબેન લાલ, પ્રા.સૂરજ આલોકસિંહ, ડૉ.પારૂલબેન ડી.શુકલ, ડૉ.જય દેવ, તથા ડૉ.સતિષ એસ જેવા વિષય નિષ્ણાત તજજ્ઞ વ્યાખ્યાનકારઓ દ્વારા યુવાનોને વિષય સંદર્ભે જાગરૂત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન સાબરકાંઠાની ઓળખ સમાન ગરબા અને આદીવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. સહભાગી યુવાનોની ડીબેટ દરમ્યાન જિલ્લાના યુવાનોએ યુવા સંસદ કાર્યક્રમના વિવિધ વિષયો ઉપર પોતાના સુંદર વકતવ્ય રજુ કર્યા હતા. સહભાગીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર વડે નવાજવામાં આવ્યા હતા. આભાર દર્શન તથા રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.