વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ:ઇ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોની ફસ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ

સાબરકાંઠા (હિંમતનગર)12 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિભાગ દ્વારા ઇ.વી.એમ. અને વી.વી.પેટ મશીનોની પ્રથક એટલે કે, ફસ્ટ લેવલ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવેલ 6638 ઇ.વી.એમ અને વી.વી.પેટ મશીનની ચકાસણી ઇન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી દીપ્તિ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને હાથ ધરાઈ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા એફ. એલ. સી. ની તૈયારીઓ અને ગુણવત્તાના નિરીક્ષણ માટે અધિકારીઓની નિયુક્ત કરવામાં આવ્યા છે. જે અન્વયે અત્રેના જિલ્લા માટે પ્રમોદકુમાર સાહુ, ઇ.વી.એમ. નોડલ ઓફિસર, ઓડીશા દ્વારા તા. 1 ઓગસ્ટ 2022ના રોજ અત્રેના જિલ્લામાં એફ. એલ. સી. ની તૈયારીઓ અને કામગીરી અંગે મુલાકાત લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...