કાર્યવાહી:હિંમતનગરમાંથી પાલિકાએ 13 દિવસમાં 87.7 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીક પકડ્યું

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ સાથે બેઠક સિંગલ યુઝ પ્લાસ્ટીકનું વેચાણ બંધ કરવા તાકીદ

હિંમતનગર પાલિકાએ જુલાઇના 13 દિવસમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક પર અમલી બનાવાયેલ પ્રતિબંધ અંતર્ગત કાર્યવાહી કરી 31 પૈકી 24 વેપારી - ફેરીયા પાસેથી યુઝ પ્લાસ્ટીક મળતાં કુલ 87.7 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી દંડ વસૂલ્યો હતો અને પાલિકા તથા જીપીસીબીએ વેપારીઓ સાથે બેઠક કરી પ્લાસ્ટીકનું વેચાણ બંધ કરવા તાકીદ કરી હતી.

1 જુલાઇ સિંગલ યુઝ પ્લાસ્ટીકના વેચાણ - વપરાશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પરંતુ જથ્થાબંધ વેપારીઓ દ્વારા હજુ પણ વેચાણ થઇ રહ્યુ છે અને તંત્ર દ્વારા નાના વેપારી, ફેરિયા, ગલ્લા ધારકોને દંડિત કરાઇ રહ્યા છે. હિંમતનગર પાલિકા દ્વારા વિતેલા 13 દિવસમાં 5 જુલાઇથી કાર્યવાહી હાથ ધરી કુલ 31 સ્થળો પર તપાસ હાથ ધરાઇ હતી.

તે પૈકી 24 વેપારીઓ યુઝ પ્લાસ્ટીક પર લદાયેલ પ્રતિબંધનુ ઉલ્લંઘન કરી રહ્યા હોઇ કુલ રૂ.9400 દંડ વસુલી 87.7 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીક કબ્જે લેવાયુ હતુ. સિંગલ યુઝ પ્લાસ્ટીક બંધ કરાવવુ કપરુ કાર્ય હોઇ તંત્ર દ્વારા વેપારીઓને સમજાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો અને હિંમતનગર નગરપાલિકા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આરોગ્ય વિભાગમાં વેપારીઓ સાથે બેઠક કરી સિંગલ યુઝ પ્લાસ્ટીકથી થનાર નુકસાન અને કાયદા અંગે સમજ આપી સિંગલ યુઝ પ્લાસ્ટીકનું વેચાણ બંધ કરવા તાકીદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...