હવામાન:ચોમાસાનો 22 જૂન આસપાસ પ્રારંભ થશે, ઓનસેટ મોનસૂન મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાલુ વર્ષે આકરા ઉનાળાનો અનુભવ કર્યા બાદ હવે ચોમાસાનુ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. હવામાન વિભાગ અને જ્યોતિષ શાસ્ત્ર બંનેનુ આંકલન એકસરખું જોવા મળી રહ્યું છે. અને 22 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થઇ જવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. હવામાન વિભાગે 20થી 25 જૂન અને જ્યોતિષ શાસ્ત્ર દ્વારા 22 જૂને આદ્રા નક્ષત્ર બેસતા ચોમાસનો પ્રારંભ થવાની આગાહી કરાઇ છે.

હવામાન સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મધ્ય અરબી સમુદ્રમાં દક્ષિણ - પશ્વિમ ચોમાસાને આગળ વધવામાં સાનુકૂળ સ્થિતિ સર્જાઇ છે અને ઉત્તર તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. અને શનિવાર સાંજ સુધીમાં મુંબઇ સહિતના વિસ્તારોને આવરી લે તેવી સંભાવના છે. અગામી 48 કલાકમાં વધુ એક્ટિવિટી જોવા મળી શકે છે. મોનસૂન ટ્રફ પણ સારા સંકેત આપી રહ્યો છે.

અને પૂર્વ - મધ્ય અરબી સમુદ્ર ઉપરનુ સાયક્લોનિક સરક્યુલેશન વત્તા ઓછા અંશે દક્ષિણ - પશ્વિમ તરફ ખસી રહ્યું છે. જેનાથી કદાચ વિલંબ થઇ રહ્યો છે. પરંતુ મોટાભાગની બધી જ બાબતો ચોમાસાના આગળ વધવા માટે ઉત્સાહ જનક હોઇ હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં 20 જૂનથી 25 જૂન દરમિયાન નિયમિત ચોમાસાનો પ્રારંચ થઇ જવાનુ આંકલન કર્યું છે. રવિવારથી એક સપ્તાહ દરમિયાન પ્રિમોનસૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. તથા રવિ અને મંગળવારે વરસાદી ઝાપટાની પણ સંભાવના છે. ત્યારબાદ 18-19 જૂને પણ વરસાદ થઇ શકે છે.

ચિતરીયાના વૈદિક જ્યોતિષ દેવશંકર ભટ્ટે જણાવ્યું કે 15 જૂનના રોજ સૂર્ય મિથુન રાશિમા પ્રવેશ કરનાર છે, વાયુતત્વમાં ભ્રમણ કરશે. જળદાયક નક્ષત્ર નાડી યોગ સર્જાય છે. 22 જૂન આદ્રા નક્ષત્ર વાહન ઘેટું છે. 17થી 20 જૂન છૂટો છવાયો વારસાદ અને 24-25 ગાજવીજ સાથે થાય તેવી ગ્રહ સ્થિતિ છે. 29 જૂન સુધીમાં ચોમાસુ રાજ્યના તમામ વિસ્તારોને આવરી લેશે.ખરીફ પાકમાં કાતરા-ઇયળ ઉપદ્રવ વધશે.

અન્ય સમાચારો પણ છે...