ફરિયાદ:પતિએ નવું મકાન બનાવવા પત્ની પાસે રૂ.2 લાખ માંગી ત્રાસ ગુજાર્યો

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાલીની સૂરજપુરાની પરિણીતાની સાસરિયા સામે ફરિયાદ
  • મારામારી થતાં સાસુએ પુત્રવધૂને ચોટલો પકડી નીચે પાડી દીધી

વડાલીના સૂરજપુરાની પરિણીતા પર ત્રાસ ગુજારતાં પતિ, સાસુ-સસરા અને કાકા સસરા સામે ફરિયાદ નોંધાવાઇ હતી.બડોલના જયાબેન પરમારના લગ્ન સૂરજપુરાના જીતુજી ભુપતજી સોલંકી સાથે આઠેક વર્ષ અગાઉ થયા હતા અને પતિને દારૂ પીવાની ટેવ હોવાથી જયાબેને સસરા ભુપતજી ગગાજી, સાસુ ઇશાબેન ભુપતજી ને કહેતા દીકરાને સમજાવાને બદલે તેનું ઉપરાણું કરતા હતા.

તા.18-06-22 ના રોજ સવારે જયાબેનના ફોઇના દીકરાની બાધા હોઇ પત્રિકા આવી હોવાથી પતિને બડોલ જવાનું જણાવતા સાસુ, સસરા અને કાકા સસરા નટુજી ગગાજી સોલંકી એ પતિ જીતુજીની ચઢમણી કરીને કહેવા લાગ્યા કે તારી બૈરીને રખડવાનો શોખ છે તેને બાધામાં બોલાવેલ હોય તો તેના પિયરીયા આવીને લઇ જશે આપણે જવાનુ નથી અને તેના પિયરીયા માન સાચવતા નથી. જયાબેનને મારે નવું ઘર બનાવવુ છે તો રૂ.2 લાખ તારી બાપના ઘેરથી લઇ આવ કહી કાઢી મૂક્યા હતા.

ત્યારબાદ જયાબેન પિયર જતા રહેતા કાકી શારદાબેન, ભાઇ કમલેશભાઇ મોટા બાપા ગગાજી સમજાવી સાસરીમાં મૂકવા આવતા પતિએ કાકી શારદાબેનને પેટના ભાગે તથા કમલેશભાઇને સસરાએ ડાબા હાથે લાકડી મારી હતી. તેમજ કાકા સસરાએ કમલેશભાઇનો હાથ મરડી નાખ્યો હતો અને સાસુ ઇશાબેને જયાબેનને ચોટલો પકડી નીચે પાડી દીધા હતા. તમામ સામે વડાલી પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...