ભાસ્કર વિશેષ:આજથી પુષ્ય નક્ષત્રમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ

વડાગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં-અરવલ્લીના શિવાલયો હરહર ભોલેના નાદથી ગૂંજી ઉઠશે

હર હર મહાદેવ એક બિલ્વં શિવા અર્પણમ આજે શુક્રવારથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. આ વર્ષે શ્રાવણ માસના પ્રારંભિક પુષ્ય નક્ષત્ર અતિ શુભ મહિનો રહેશે. શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ છે. શ્રાવણમાં શરૂ થતા નાના-મોટા દરેક શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉભરાય છે.રક્ષાબંધન એટલે બળેવના દિવસે જનોઈ બદલાય છે અને શિવ આરાધના પણ કરાય છે.

શુક્રવારે સવારે પુષ્ય ૯.૪૭સુધી છે પુષ્ય નક્ષત્રમાં ધર્મ પૂજાપાઠ અતિ શુભ ગણાય છે અને શ્રાવણ સુદ એકમના દિવસે પુષ્ય નક્ષત્ર હોવાથી આ વર્ષે શ્રાવણ માસ વધારે શુભ ગણાશે પુરાણોમાં તથા પંચાંગોમાં પ્રમાણે શ્રાવણ માસના ચારે સોમવાર અલગ અલગ દ્રવ્યના અભિષેક કરવાથી અતિ શુભ ગણાય છે ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ધન પ્રાપ્તિ માટે બિલીપત્રથી પૂજા કરવી અને નવગ્રહ શાંતિ માટે કાળા તલથી પૂજા કરવી.

શ્રાવણમાં સોમવારનું મહત્વ

  • પ્રથમ સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી ચોખા ચડાવવા
  • બીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી કાળા તલ ચડાવવા
  • ત્રીજા સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી મગ ચડાવવા
  • ચોથા સોમવારે શિવજી ઉપર જવ ચઢાવવા
  • અલગ અલગ દિવસે અલગ અલગ અભિષેક કરવો શેરડીના રસ, નાળિયેરનું પાણી, ગાયનું દૂધ, પંચામૃત, ઘી, વગેરેનો શિવજી પર અભિષેક કરવો તેમજ જપ અનુષ્ઠાન યજ્ઞ લઘુરુદ્ર મહારુદ્ર વગેરે પણ કરવો તેવું વિદ્વાન બ્રાહ્મણોએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...