ચૂંટણી કામગીરીનું મોનિટરિંગ નિરીક્ષણ:હિંમતનગરમાં મતગણતરી સ્થાનની જનરલ ઓબ્ઝર્વર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી

સાબરકાંઠા (હિંમતનગર)3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 જાહેર થતાં તબક્કાવાર ચૂંટણી કામગીરીનું મોનિટરિંગ નિરીક્ષણ કરવામાં આવ્ચું હતું. ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વર સાબરકાંઠા જિલ્લામાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ કામગીરીનો પ્રારંભ કર્યો હતો. મતવિસ્તાર તેમજ ચૂંટણીલક્ષી કામગીરી જ્યાં કરવામાં આવશે તે કાઉન્ટિંગ સેન્ટર, સ્ટ્રોંગરૂમ, કાઉન્ટિંગ હોલ તથા બિલ્ડીંગની અને સ્થળની જાત માહિતી મેળવીને જાતે નિરીક્ષણ કર્યું હતું

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાની મુખ્ય મતગણતરી અને સ્ટ્રોંગરૂમ કાઉન્ટિંગ સેન્ટર એવા અગત્યના સ્થળ સરકારી પોલિટેકનીક હિંમતનગરની મુલાકાત લેવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાનું પ્લાનિંગ નકશા સહિત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ ઓબ્ઝર્વર, IPS મનોજ કુમાર તિવારી અને જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ સુરક્ષા અંગે કરવામાં આવેલી વ્યવસ્થાની ઓબ્ઝર્વરને માહિતી આપી માહિતગાર કર્યા હતાં.

27-હિંમતનગર અને 33-પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તાર માટે નિયુક્ત કરવામાં આવેલા દેબાશીશ દાસ અને 28-ઈડર અને 29-ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તાર માટે હિમાંશુકુમાર રાયની નિયુક્તિ કરાઈ છે. ત્યારે તેમના દ્વારા સંયુક્ત મિટિંગ પોલિટેકનિક ખાતે કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા અંગે તંત્ર પાસેથી વિગતો મેળવી હતી. EVM, VVPATને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવનાર સ્થળ તેમજ સ્ટ્રોંગરૂમનું પણ નિરીક્ષણ કરી સુરક્ષા સંબંધીત વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.

દરેક વિધાનસભામાં બે સ્ટ્રોંગરૂમ, એક કાઉન્ટિંગ હોલ અને મીડિયા સેન્ટર વગેરે સ્થળનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત અને ચૂંટણી સાથે સંકળાયેલા સિવાયના કોઈ વ્યક્તિઓની અવરજવર ઉપર નિયંત્રણ અને મુખ્ય પ્રવેશ દ્વારમાં સીસીટીવી કેમેરા અને સીઆરપીએફ તેમજ સ્ટેટ પોલીસ, લોકલ પોલીસની વ્યવસ્થા જેવા ત્રીસ્તરીય બંદોબસ્ત રાખવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...