પત્રિકા વિતરણ:ગઢ પર ખનનની પરવાનગી ભાજપ સરકારે આપ્યાનો ગઢ બચાવો સમિતિ દ્વારા આક્ષેપ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાના વિરુદ્ધમાં ગઢ બચાવો સમિતિ
  • ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા પત્રિકા વિતરણ કરાઇ

ઈડર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેલ ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા વિરુદ્ધ ઈડર ગઢ બચાવો સમિતિ દ્વારા ગંભીર આક્ષેપો સાથે પત્રિકા વિતરણ કરી ઇડર ગઢ પર ખનનની પરવાનગીઓ ભાજપની સરકારે જ આપ્યાનો અને રજૂઆતો કરવા છતાં રમણલાલ વોરાએ તેમના મળતિયાઓને ખનન અટકાવવાને બદલે પરવાનગીઓ આપ્યા નો ગંભીર આક્ષેપ કરાયો છે અને ખનન પ્રક્રિયા મામલે તથા ગઢ બચાવો સમિતિએ કરેલ પ્રયાસો પ્રજા સમક્ષ મૂકવા કરેલ સભાના આયોજનને તંત્રએ મંજૂરી ન આપતાં ગામે ગામ ફરી લોકોને આ મામલે માહિતગાર કરવા પ્રયાસ હાથ ધર્યા છે.

ગઢ બચાવો સમિતિ દ્વારા વિતરણ થઈ રહેલ પત્રિકામાં જણાવાયું છે કે ગઢની ખનનની પરવાનગીઓ ભાજપની સરકારે જ આપી છે. ગઢ બચાવો સમિતિના નટુભાઈ પંડ્યા અને અંબાલાલભાઈએ જણાવ્યું કે તમામ વિગતો પ્રજા સમક્ષ મૂકવા જાહેર સભા યોજવા મંજૂરી માંગી હતી પરંતુ તંત્રએ કાયદો અને વ્યવસ્થા નું કારણ દર્શાવી મંજૂરી ન આપ્યાની મૌખિક જાણ કરી છે.

જેને પગલે ગઢ સંલગ્ન ગામોની રૂબરૂ મુલાકાત લઈ લોકોને ઇડર ગઢ બચાવવા શું કરાશે તેનો જવાબ માગવા મતદારોને માહિતગાર કરી રહ્યા છીએ ચૂંટણી છે એટલે જ કોઈ સાંભળે તેવી સંભાવના છે. અન્યથા પાંચ વર્ષથી સરકાર કે ધારાસભ્ય કોઈ સાંભળતું ન હતું.રમણલાલ વોરાનો ટેલિફોનિક સંપર્ક કરતાં ફોન બંધ આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...