આંદોલન આક્રમક બનવાના એંધાણ!:અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા વનપાલ અને વન રક્ષક સરકારી દફતર ઓફિસમાં જમા કરાવશે

સાબરકાંઠા (હિંમતનગર)23 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીને લઈને વિવિધ સંગઠનો પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતારી રહ્યા છે. એક પછી એક વિભાગે સરકાર સામે બાયો ચઢાવી છે અને આંદોલન આક્રમક બનાવવા માટે બેઠકો યોજી રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં જીલ્લાના વન વનપાલ અને વન રક્ષકની બેઠક યોજાઈ હતી.

વિવિધ માંગણી પર ચર્ચા કરવામાં આવી
5 સપ્ટેમ્બરથી પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા બાદ જીલ્લાના વન વિભાગના વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા હતા. હડતાલની આક્રમકતા વધુ તેજ બનાવવા માટે હડતાલના પાંચમા દિવસે શનિવારે સાબરકાંઠા વન રક્ષક યુનિયનના પ્રમુખની આગેવાનીમાં વનપાલ અને વન રક્ષકની બેઠક યોજવામાં આવી હતી. હડતાલને અગામી દિવસમાં વધુ મજબુત કરવા માટેની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. તો 14 પૈકી ત્રણ મહત્વની માંગણી જેમાં ગ્રેડ પે, રજા પગાર, બઢતી ભરતી એક જેમ 3ના રેસીયાની માંગણી પર ચર્ચા કરવામાં આવી હતી.

તમામ અચોક્કસ મુદતની હડતાલ પર​​​​​​​
વનપાલ અને વન રક્ષક ફરજ પર નર્સરી કામગીરી, પ્લાન્ટેશન કામગીરી, રેસ્ક્યુ સહિતની વિવિધ કામગીરી કરે છે. ત્યારે હાલમાં આ કામગીરી અટવાઈ ગઈ છે. તો જીલ્લામાં નોર્મલ અને વિસ્તરણ વિભાગમાં 198 વનપાલ અને વન રક્ષકો છે. તો જીલ્લામાં વન રક્ષક 139 અને વનપાલ 59 છે, જે વિસ્તરણ અને નોર્મલ વિભાગમાં ફરજ બજાવે છે. હાલમાં તમામ અચોક્કસ મુદતની હડતાલ પર છે.

અગામી રણનીતિ નક્કી કરવા બેઠક યોજાઈ
​​​​​​​
​​​​​​​આ અંગે સાબરકાંઠા વન રક્ષક યુનિયનના પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, આજે હડતાલને વધુ આક્રમક બનાવવા અગામી રણનીતિ નક્કી કરવા બેઠક યોજાઈ હતી. સોમવારે જીલ્લામાં વિસ્તરણ અને નોર્મલ વિભાગના વનપાલ અને વન રક્ષકો પોતાની કચેરીમાં સરકારી દફતર જમા કરાવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 198 માંથી 193 વનપાલ અને વન રક્ષકો અચોક્કસ મુદતની હડતાલ પર છે.

અન્ય સમાચારો પણ છે...