સાબરકાંઠા ફૂડ વિભાગ દ્વારા ચાલુ મહિનામાં બંને જિલ્લામાંથી દૂધ અને દૂધની બનાવટો, દાળ, મરચું, હળદર, ધાણા જીરૂ, ચા વગેરે સહિત ખાદ્ય અને પેય ચીજવસ્તુઓના સેમ્પલ લીધા છે. અને પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે.
ફૂડ વિભાગના ડેઝાગ્નેટેડ ઓફિસર બાબુલાલ ગણાવાએ વિગત આપતા જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના ઇડરમાંથી ચોપાટી બનાવવાનું દ્રાવણ, મીઠો માવો, કેરીનો રસ, મગની મોગર દાળ, રામદેવ ખટ્ટા મીઠા મિક્સ ના પાંચ સેમ્પલ, હિંમતનગરમાંથી ટોમેટો કેચઅપ, હિંગ, શરબત, ચા, બેસન, આબાદ દૂધ, મહિ દૂધ વડાલીમાંથી મરચું, ઠંડુ પીણુ, મહાકાલી ડેરી પાર્લર અને લક્ષ્મી ડેરીમાંથી દૂધના સેમ્પલ તથા બોમ્બે ચોપાટીમાંથી ડ્રાયફ્રૂટ લસ્સી, લસ્સીનું સેમ્પલ મળી 18 સેમ્પલ લેવાયા છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડામાંથી ધાણા જીરૂ, હાથી હિમાલયન રોક સોલ્ટ, દિયા ગોલ્ડ તેલ, હળદર, મરચું તથા મોડાસામાં રામભાઇ માવાવાળા દુકાનમાંથી મેંગો મિલ્ક શેક અને લૂઝ ઘી, બંસરી પાર્લરમાંથી અમૂલ દૂધ અને સુશીલા ટ્રેડર્સમાંથી ગરમ મસાલાનું સેમ્પલ લેવાયું છે. સેમ્પલોનો રિપોર્ટ આવતા ઘણો સમય વીતી જાય છે અને કામગીરી એકંદરે કાગળ ઉપર જ રહે છે. હાલમાં ગરમી ચરમે છે અને વસ્તુઓની ગુણવત્તા એકંદરે શંકાના દાયરામાં જ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.