ડેન્ગ્યૂનો પ્રથમ કેસ:હિંમતનગર શહેરમાં ડેન્ગ્યૂનો પ્રથમ કેસ છાપરિયામાં યુવતી પોઝિટિવ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોગ્ય ખાતુ યુવતીને ફોન કરી હેરાન કરે છે: યુવતીના પિતા

હિંમતનગર શહેરના છાપરીયામાં 23 વર્ષીય યુવતીનો પોઝિટિવ રિપોર્ટ આવતા ચાલુ સિઝનમાં ડેન્ગ્યૂનો પ્રથમ કેસ નોંધાયો છે. કમનસીબ બાબતે છે કે આરોગ્ય વિભાગ દ્વારા એન્ટી લારવલ, સર્વેલન્સ કે ફોગીંગ સહિતની કામગીરી કરવાને બદલે દર્દીને ફોન કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે જે દર્દી માટે પરેશાનીદાયક બની રહ્યું છે.

છાપરીયા વિસ્તારમાં કચ્છી સોસાયટીમાં રહેતી 23 વર્ષીય યુવતીનો ડેન્ગ્યૂ પોઝિટિવ રિપોર્ટ આવતા ખાનગી તબીબની સારવાર શરૂ કરાઇ છે. જેની આરોગ્ય વિભાગને જાણ કરાતાં આરોગ્ય વિભાગ દ્વારા દર્દીને માત્ર ફોન ઉપર વાત કરી કાગળ ઉપર કામગીરી કરાઇ રહી છે.

જે વિસ્તારમાં કેસ મળી આવ્યો છે તે વિસ્તારમાં એન્ટી લારવલ એક્ટિવિટી કે ફોગીંગ અથવા તો સર્વેલન્સ કામગીરી કરાઇ નથી.દર્દીના વાલીએ આક્રોશ ઠાલવ્યો હતો કે દર્દીને આરામની જરૂર છે અને જે વિભાગે કામ કરવાનું છે તે કરવાને બદલે ફોન કરીને પરેશાન કરાય છે.

અન્ય સમાચારો પણ છે...