સાબરકાંઠા એલસીબીએ દેરોલની સીમમાં કારમાંથી કુલ રૂ.1.52 લાખનો દારૂ ઝડપી કારચાલકની અટકાયત કરી હતી જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઇ જતા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પીઆઇ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.જે. ચાવડા તથા સ્ટાફ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેરોલ પાસે પ્રોહી.વોચમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી દારૂ ભરી કાર નં. જી.જે-13-સી.સી-8014 વિજાપુર તરફ જનાર છે.
જેથી પોલીસે દેરોલની સીમમાં હિંમતનગર તરફથી આવતા વાહનોની વોચમાં હતા તે દરમિયાન બાતમી વાળી કાર આવી પહોંચતા ઉભી રખાવતા કારમાં ખાલી સાઇડની સીટ માં બેસેલ શખ્સ ભાગી ગયો હતો જ્યારે કારચાલક પ્રકાશચંદ્ર મરતાજી બદાજી ગામેતી ઉ.વ.45 (રહે. કણબઇ, વડાઘરા ફળો તા. ખેરવાડા ઉદેપુર, રાજસ્થાન)ને પોલીસે પકડી પાડી ગાડીમાં તપાસ કરતાં દારૂની 27 નંગ પેટી જેમાં કુલ 852 બોટલ કિ.રૂ.1,52,100 તથા કાર સહિત કુલ રૂ.4,52,100 નો મુદ્દામાલ કબ્જે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.