ઇડર-ભિલોડા હાઇવે પર આવેલ લાલપુર નજીક તા. 04-08-22 રોજ બપોર ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ વરસતાં હાઇવે વચ્ચે વૃક્ષ ધરાશાયી થયા હતા. પરંતુ તંત્ર દ્વારા વૃક્ષને રોડ પરથી દૂર કરવાની કામગીરી ન કરાતાં ઈડરના કૂવાવાનો બાઇકચાલક રોડ પર પડેલ ઝાડ સાથે ટકરાતાં યુવકનું મોત થયું હતું.
ગુરુવાર બપોરે પડેલા વરસાદને લઈ ઈડરના લાલપુર (બ) પાસે ત્રણેક જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા. જે મોડી રાત સુધી હટાવાયા ન હતા. જેને લઇ રાત્રે 8.30 વાગ્યાના સમયે કૂવાવાના નટુભાઇ તલાજી ઠાકરડા બાઈક નં. જી.જે-09-ડી.જી-4250 લઇને લાલપુર થી ઇડર તરફ પસાર થતાં બાઈક હાઇવે પર પડેલ ઝાડ સાથે ટકરાતાં નટુભાઇ તલાજી ઠાકરડાને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું .જેની ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. અકસ્માતના સમાચાર મળતાં જ ઈડર ગંભીરપુરાની જીવદયા ટીમના ઉપેન્દ્રસિંહ પરમારે તાત્કાલિક પોતાનું જેસીબી લાવી રોડ પર પડેલ ઝાડ દૂર કર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.