જોગવાઈનો ચુસ્ત અમલ કરવા અપીલ:જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાનના દિવસે સવેતન રજા આપવા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ROને સૂચના આપી

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ એક બેઠક બોલાવી હતી. જેમાં ચાર વિધાનસભાના RO નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે, આગામી 5મી ડિસેમ્બર 2022ના સોમવારના રોજ કર્મચારી-કામદારોની સવેતન રજા આપવાની રહેશે. તેનો ચુસ્ત અમલવારી કરવા સાથે ચેકિંગ હાથ ધરવા જણાવ્યું હતુ. નગરપાલિકા તથા ફેક્ટરીમાં કામ કરતા, મોલમાં કામ કરતાં, બાંધકામ સાથે સંકળાયેલા તમામ શ્રમિકોને કોઈપણ જાતના પગાર કપાત વિના કે કોઈ અવેજી રજા વિના મતદાન માટે રજા આપવાની રહેશે. તે અંગે એસોસિએશનને જાણ કરવી જિલ્લાના તમામ વિસ્તારને આ લાગુ પડશે.

પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં
ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગારીનું નિયમન અને સેવાની શરતો) અધિનિયમ 2019, કારખાના અધિનિયમ 1948, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક એક્ટ 1996 હેઠળ નોંધણી થયેલ સંસ્થા અને સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા 1951ની કલમ 13(બી) મુજબ સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ-કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. આ જોગવાઈ અનુસાર રોજમદાર/કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના પુરેપુરા હકદાર રહેશે. તેઓનો પવિત્ર તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે આ માટે જિલ્લા કલેકટર દ્વારા કામદારો સાથે સંકળાયેલા કેન્દ્ર રાજ્ય સરકારના વિભાગોના અધિકારીઓ તથા બેંક LIC, BSNL, સેન્ટ્રલ એક્સાઇઝ, ટપાલ વિભાગ નગરપાલિકા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અમલીકરણ અધિકારીઓને ખાસ સુચના આપી ધ્યાન રાખવા જણાવ્યું અને મતદાનના દિવસે રેન્ડમલી ચેક કરવા પણ જણાવ્યું હતું.

વિવિધ અધિકારી અને કર્મચારીઓ બેઠકમાં જોડાયા
બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી દિપ્તિબેન પ્રજાપતિ, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસર નવીન પટેલ, એલ.આઇ.સી, બી.એસ.એન.એલ. પ્રોહીબિશન, બેંક ઓફ બરોડાના મેનેજર, સેન્ટ્રલ એક્સસાઇઝ ટપાલ વિભાગના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વિધાનસભા મતવિભાગના RO પ્રાંતઅધિકારી અને નગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...