ચંદનચોરો:ઇડરના સૂર્યનગર કંપામાંથી 12 ચંદનના ઝાડ કપાતાં ગુનો નોંધાયો

ઇડર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા. 30 મે ના રોજ રાત્રે ચંદનચોરો ખેતરમાં ત્રાટક્યા હતા

ઇડરના સૂર્યનગરકંપામાં બે દિવસ અગાઉ ચંદનચોરો રાત્રે ત્રાટકતાં 12 ચંદનના ઝાડ કાપી ફરાર થઇ જતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી.ઇડરના બડોલી, વસાઈ ગામમાં છેલ્લા કેટલાય સમય થી ચંદન ચોરોએ ઉત્પાત મચાવ્યો છે.

એક પછી એક ચંદનના ઝાડ કાપવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર ઇડરના સૂર્યનગરકંપાના સુરેશભાઈ અમૃતભાઈ પટેલની જમીન ગામની સીમમાં આવેલ ખેતરના સર્વે નંબર 718 માં 150 જેટલાં ચંદનના ઝાડનું વાવેતર કરેલ છે. જેમાં તા.30 મે ની રાત્રે ચંદનચોરોએ 12 ચંદનના ઝાડ કાપી નાખ્યા હતા અને સુગંધીદાર લાકડું લઈ ફરાર થઈ ગયા હતા. ઇડર પોલીસ સ્ટેશનમાં સુરેશભાઈ અમૃતભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...