• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • The City Was Flooded With Knee deep Rainwater; Somewhere There Was A Traffic Jam And Somewhere The Road Collapsed, Killing The Residents Due To Lack Of Electricity

હિંમતનગરમાં મેઘો અનરાધાર:શહેરમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા; ક્યાંક ટ્રાફિક જામ તો ક્યાંક રસ્તો ઘસી પડ્યો ,વીજળી ન હોવાથી રહીશોને હાલાકી

3 મહિનો પહેલા

સાબરકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે હિંમતનગર શહેરના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડતા હિમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર પાણીના નિકાલના અભાવે સોમવારે સવારે પાણી ભરાઈ ગયા હતા. જોકે અગાઉ વરસાદ વરસતા ભરાયેલ પાણીનો નિકાલ થયો ન હતો તો ફરીથી વરસાદ વરસતા પાણી વધુ ભરાયું હતું. જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો આ ટ્રાફિકને પૂર્વવત કરવા માટે પોલીસ પણ પહોંચી હતી.

ભારે વરસાદ પડતા ફ્લેટમાં પાણી ઘૂસી ગયા હતા
ભારે વરસાદ પડતા ફ્લેટમાં પાણી ઘૂસી ગયા હતા

સ્થાનિક વેપારીઓને દુકાનમાં પાણીના કારણે પ્રવેશ બંધ થઇ ગયો હતો. તો પાણીના ભરવાના કારણે વાહન ચાલકોને પણ પરેશાની ભોગવવી પડી હતી. મોડી સાંજે પૂર્વવત વાહન વ્યવહાર શરુ થયો હતો.

શહેરમાં જગ્યા-જગ્યાએ પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા
શહેરમાં જગ્યા-જગ્યાએ પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા
હિમતનગરના પોસ્ટ ઓફીસથી ભોલેશ્વર જવાનો માર્ગ એક તરફ થી ધસી પડ્યો હતો
હિમતનગરના પોસ્ટ ઓફીસથી ભોલેશ્વર જવાનો માર્ગ એક તરફ થી ધસી પડ્યો હતો

ભારે વરસાદના કારણે માર્ગ ધરાશાયી
પાલિકાની ઘોર બેદરકારીએ હિંમતનગરના પોસ્ટ ઓફીસથી ભોલેશ્વર જવાનો માર્ગ એક તરફ થી ધસી પડ્યો હતો અને પ્રોટેક્શન દીવાલ પણ નદીમાં ધસી પડી હતી. એક તરફથી આવતું વરસાદી પાણી માટેના મુકેલા પાઈપ બ્લોક થઇ જતા પાણી ઉપર થઈને વહેવા લાગ્યું હતું. જેથી પાણીના કારણે આરસીસી રોડ ધસી પડ્યો હતો. જેને લઈને B ડીવીઝન પોલીસે બંને તરફ સાવચેતીના પગલા રૂપે બેરીકેટ મૂકી દીધા હતા. પરંતુ અવર જવર કરતા લોકો અટક્યા ન હતા અને જીવના જોખમે પોતાનું વાહન લઈને ધસી ગયેલા રોડ નજીકથી પસાર થતા હતા. રોડ નજીકના વીજ થાંભલાને પણ અસર પહોચી હતી. આ અંગે સ્થાનિકોએ હિમતનગર નગરપાલિકા અને યુજીવીસીએલને જાણ કરી હતી.

તંત્રમાં ફરિયાદો નોંધાવાઈ
​​​​​​
​હિમતનગર શહેરમાં હડીયોલ ગામની સીમમાં આવેલ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ સ્ટાફ ક્વાર્ટસ,બોયસ અને ગર્લ્સ હોસ્ટેલ,પીજી રેસીડેન્ટ સને સ્ટાફ નર્સના ક્વાર્ટસના બેઝમેન્ટમાં બનાવેલ ગટર માં પાણીનો નિકાલ નહીં થતા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને લોકોને આરોગ્યની સેવા આપનારા આરોગ્ય કર્મચારીઓને સારવાર લેવાની શક્યતાઓ વધી ગઈ છે. કારણ કે ગટરનું પાણી પાછુ આવતા અને વરસાદી પાણીના નિકાલના અભાવે વીજ મીટરો પાણીમાં ગરકાવ પણ થઇ ગયા હતા.ચાલુ વીજપ્રવાહના વીજ મીટરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તો આ અંગે ઇન્ચાજ ડીન રસિકભાઈ ડાભીએ પાણી અંગે જણાવ્યું હતું કે પાણીનો નિકાલ થોડા સમયમાં નીકળી જશે.પાણી કાઢવાની કામગીરી કરાઈ રહી છે.

પાર્કિગમાં પાણી ભરાવાના દ્રશ્યો
પાર્કિગમાં પાણી ભરાવાના દ્રશ્યો
વરસાદ પડતા રોડ બેટમાં ફેરવાયો
વરસાદ પડતા રોડ બેટમાં ફેરવાયો

હિંમતનગર શહેરના મોતીપુરા માંથી પસાર થતો અમદાવાદ હાઈવે પર બે ત્રણ દિવસ પહેલા પાણી ભરાયું હતું ત્યારે ફરીથી વરસાદ પડતા પાણી ભરાયું છે આમ અત્યારે હાલ જે વિસ્તાર છે વિસ્તારને જો રોડ છે રોડ ડેટમાં ફેરવાઈ ગયો છે જે દુકાનદાર છે વેપારીને વેપારીઓને પાણી ભરતા બહાર નીકળી શકાતો જે રોડ પર ટ્રાફિક જારના દ્રશ્યો થાય તેને લઈને જે પોલીસે પોલીસે ટ્રાફિક કરવામાં લાગી ગઈ છે પરંતુ નેશનલ હાઈવે ની જે કામગીરી એ કામગીરી પણ શંકા ની સોય ટકાઈ રહી છે પાણીના નિકાલ ના સ્વભાવે પરેશાની ભોગવી પડી છે.

અન્ય સમાચારો પણ છે...