યુવકની લાશ મળી:હિંમતનગરના વક્તાપુર ગામ નજીકથી યુવકની લાશ મળી

દેરોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક 5-6 દિવસથી ઘરે આવ્યો ન હતો
  • મૃતક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો

હિંમતનગરના વક્તાપુરમાં આવેલ મિનિ પાવાગઢ મંદિર સામે આશરે 42 વર્ષીય યુવક ની લાશ મળતાં ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી વધુ તપાસ કરતાં યુવક વક્તાપુર ગામનો ડાહ્યાભાઈ ભવાનભાઈ વાલ્મિકી હોવાનું અને રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. પરિવાર દ્વારા જાણવા મળેલ કે પાંચ થી છ દિવસથી ઘરે આવ્યા ના હતા. ગ્રામ્ય પોલીસ દ્વારા લાશને પી.એમ. અર્થે સિવિલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. }તસવીર-અલ્તાફ લુહાર

અન્ય સમાચારો પણ છે...