કાર્યવાહી હાથ ધરાઈ:અજાવાસના યુવકની ટેબડા ગામે નદીમાંથી લાશ મળી, રાજસ્થાનના માંડવામાં પત્નીને તેડવા ગયો હતો

લાંબડીયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોશીના તાલુકાના અજાવાસનો યુવક સોમાભાઈ કર્માભાઈ ગમાર (ઉ.વ.આ.32) રાજસ્થાનમાં માંડવા ગામે સાસરીમાં પત્નીને તેડવા ગયો હતો. ત્રણ દિવસ સુધી ઘરે પરત ન ફરતા ઘરના સૌ ચિંતામાં ગરકાવ થયા હતા.

મંગળવારે સવારે લાંબડીયા પાસે ટેબડા ગામે સાબરમતી નદી કિનારેથી મળેલી બિનવારસી લાશની ઓળખ થતા તે સોમભાઈની જ હોવાનું બહાર આવતા અનેક તર્ક-વિતર્ક ઉભા થવા પામ્યા છે. મંગળવારે સવારે ટેબડા પાસે સાબરમતી નદીના પટમાંથી એક યુવકની લાશ મળી હતી. આ અંગે ખેરોજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જે ત્રણ દિવસ અગાઉ અજાવાસ ગામનો યુવક પોતાની સાસરી રાજસ્થાનમાં આવેલા માંડવા ગામે પોતાની પત્નીને તેડવા ગયો હતો તેની હોવાનું બહાર આવ્યું છે. જાણ થતા જ મૃતક યુવકના સગાંવ્હાલાંઓને જાણ કરાતા તેઓ આવી પહોંચ્યા હતા. મૃતક યુવકને બે છોકરીઓ સહિત કુલ પાંચ બાળકો છે. આ અંગે મૃતકના પિતા કર્માભાઈ હરજીભાઈ ગમારની ફરિયાદના આધારે ખેરોજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...