ચોરીનું બાઈક રાજસ્થાનથી મળી આવ્યું:અમદાવાદના મણીનગર વિસ્તારમાંથી બાઈક ચોરાયું હતું; હિંમતનગર એ ડિવિઝન પોલીસે કબજે લઈને કાર્યવાહી હાથધરી

સાબરકાંઠા (હિંમતનગર)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એ ડિવિઝન પોલીસ ચોરીના બાઈક સાથે સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ઝડપાયેલા શખ્સ સાથે ચોરી કરનારા બે શખ્સને પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધા હતા. ત્યારબાદ પૂછ પરછ કરતા વધુ એક બાઈક અમદાવાદના મણીનગરમાંથી ચોરી કરેલું ઘર પાછળથી સંતાડેલું મળી આવ્યું હતું. પોલીસે બાઈક કબજે લઈને આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે હિંમતનગર એ ડિવિઝનના પીઆઈ એચ.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા હિંમતનગર સિવિલ હોસ્પીટલના પાર્કિંગમાં ચોરીના બાઈક સાથે હિંમતનગર એ ડિવિઝન પોલીસે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના દેવલ ગામડીના તરાલા ફળોમાં લાલાભાઇ સ/ઓ નારણભાઇ હગરામ ડામોરને ઝડપી લીધા બાદ એ ડીવીઝન પોલીસે તેની સાથેના બે શખ્સોને રાજુ બાબુ ડામોર, અનીલ રમણભાઇ લીમ્બાતને ઝડપી લીધા હતા અને તેમની પૂછપરછ કરતા અનીલ રમણભાઇ લીમ્બાતે પોતાના ઘરે ચોરીનું એક યામાહા મો.સા. મુકેલું છે.

જેને લઈને આરોપીને સાથે રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ, સ્ટાફના દિગ્વિજયસિંહ, હરપાલસિંહ, મીતરાજસિંહ કલ્પેશકુમાર રાજસ્થાન મુકામે તેના ઘરે તપાસ કરતા ઘરની પાછળના ભાગે સંતાડેલા યામાહા મો.સા. નંબર પ્લેટ વિનાનું મળી આવતા રૂ. 1 લાખનું ગણી સી.આર.પી.સી. 102 મુજબ કબજે લઇને ચેચીસ નંબર પોકેટ કોપમાં સર્ચ કરતા મો.સા.નો નંબર જીજે-27-ડીજે-8739નું જણાઇ આવેલું જે મો.સા.ચોરી અંગે અમદાવાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં 0063/23 ઇ.પી.કો. કલમ 379 મુજબનો ગુનો દાખલ થયો હતો.

આરોપીને પુછતા એકાદ માસ અગાઉ પોતે તથા હાલમાં પકડાયેલા રાજુ બાબુ ગામેતી તથા લાલા નારણ ડામોર ત્રણેય જણાએ અમદાવાદમાં એક ફ્લેટ નીચેથી ચોરી કરેલાની કબુલાત કરતા કાયદેસરની કાર્યવાહી છે. અમદાવાદ શહેર મણીનગર પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ મો.સા.ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો પકડાયેલા ત્રણ જણાને કોર્ટમાં રજુ કરતા કોર્ટે સબજેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...