રેસ્ક્યૂ:પાણીની શોધમાં રીંછ વીરપુર પહોંચ્યું, બે જણાંને ઇજા કરી

હિંમતનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગ, ગ્રામજનો અને પોલીસે રેસ્ક્યૂ કર્યંુ

હિંમતનગરને અડીને આવેલ વીરપુર રેલ્વે કોલોની તરીકે ઓળખાતા બાયપાસ રોડ નજીકના વિસ્તારમાં બુધવારે સવારે રીંછે બે જણાને સામાન્ય ઇજાઓ કરી હતી. વન વિભાગને જાણ કરતા મોડી બપોરે ટ્રાન્કવિલાઇઝર આપી રેસ્ક્યૂ કરાતા ઉમટેલા લોકોએ રાહતનો દમ લીધો હતો.

પીંપોદરથી પૂર્વમાં દસેક કિ.મી.ના અંતરે તા.11/05/22ના રોજ સવારે વિરપુર બાયપાસ રોડ નજીક રેલ્વે કોલોનીના ગૌચર વિસ્તારમાં રીંછ જોવા મળ્યું હતું. અને માણસને જોઇને પાછળ દોડતા ફફડાટ વ્યાપી ગયો હતો વન વિભાગને જાણ કરાયા બાદ વનકર્મીઓ અને પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને રીંછને કોર્ડન કરી ઘેરો ઘાલવામાં આવ્યો હતો અને રીંછને બેભાન કરી રેસ્ક્યુ કરવા જેસોની ટીમ બોલાવાઇ હતી રીંછ વીરપુરમાં દેખાયુ તેના થોડા સમય અગાઉ વક્તાપુરમાં પણ દેખાયું હતંુ અને રેલ્વેના ટ્રેક પર જ પાણીની શોધમાં વીરપુર સુધી આવી પહોંચ્યાનુ માનવામાં આવી રહ્યુ છે.

ઝૂલ્ફીકારભાઇ ખણુશીયાએ કહ્યું, વીરપુર બાયપાસ રોડ નજીક સરકારી ખરાબામાં - ખાબોચીયા નજીક રીંછ બેઠેલુ હતંુ ત્યાં એક ભાઇ લઘુશંકા કરવા જતા તેની ઉપર રીંછે હુમલો કર્યો હતો એના પછી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓ આવી પહોંચ્યા હતા અને તેમની સાથે રીંછની શોધખોળ કરતા વીરપુર ફાટક પાસે રીંછે ટોળુ જોઇ એકાએક હુમલો કરી દેતા બધા ભાગવા માંડ્યા હતા સાથે એક કાકા હતા તેમને પગે ડૂચો ભરી લીધો હતો સાથે હું હતો હું પણ પડી ગયો હતો અને હાથ પગે છોલાયો હતો. 108 બોલાવી ઇજાગ્રસ્તને મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...