હિંમતનગરના આગીયોલ-બેરણા ચોકડી નજીક રામ ટેકરી આશ્રમ પાસે શુક્રવારે શ્રી હિંમતનગર બેતાલીસ ગોળ પ્રજાપતિ સમાજના 32માં સમૂહલગ્નોત્સવનું આયોજન થયું હતુ. જેમાં 14 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
આ અંગે શ્રી હિંમતનગર બેતાલીસ ગોળ પ્રજાપતિ સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ પ્રજાપતિ, મંત્રી જીતુભાઈ પ્રજાપતિ સહિત 32માં સમૂહલગ્નોત્સવ સમિતિ દ્વારા જણાવ્યું હતું કે, દર વર્ષે યજમાન ગામમાં સમુહ લગ્નોત્સવનું આયોજન થાય છે. ત્યારે 32મો સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એક મંડપ નીચે સમાજના 14 નવ યુગલોએ મંત્રોચાર વચ્ચે અગ્નિ સાક્ષીએ ફેરા ફરીને પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજના દાતાઓ દ્વારા ભોજન, મિનરલ પાણી, પાનેતરના દાતા, લગ્ન કંકોત્રી, ફૂલહારના દાતા આજીવન પુજાપાના દાતા, લગ્ન ગીતના દાતાઓ થકી 32માં સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
32 સમૂહલગ્નોત્સવમાં શુક્રવારે સવારે માંગલિક પ્રસંગોની શરૂઆત થઇ હતી. તો ગણેશ સ્થાપન, ગ્રહશાંતિ ત્યારબાદ હસ્ત મેળાપ અને ફેરા થયા બાદ ભોજન સમારંભ યોજાયો હતો. ત્યારબાદ સમાજના અગ્રણીઓ, મહેમાનો, યજમાનો અને દાતાઓ વચ્ચે સત્કાર સંભારભ યોજાયો હતો અને સાંજે કન્યા વિદાય કરવામાં આવી હતી. આ સમૂહલગ્નોત્સવમાં પૂજ્ય ભરતરામ બાપુ, પ્રવીણગીરી ગોસ્વામી મહારાજે નવ યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.