વિધાનસભા ચૂંટણી:હિંમતનગરમાં લાલસિંહ પરમારને ટિકિટ આપવા ઠાકોર ક્ષત્રિયની માગ

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકરોની બેઠકમાં નિર્ણય લેવાયો
  • આગામી મંગળવારે​​​​​​​ લાલસિંહ પરમાર ફોર્મ ભરશે: કોંગ્રેસ

વિધાનસભાની ચૂંટણીમાં હિંમતનગર બેઠક પર કોંગ્રેસને કમલેશ પટેલને ટિકિટ આપતાં ઠાકોર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે અને ઠાકોર ક્ષત્રિય ઉમેદવારને બેઠક પર ટિકિટ આપવાની માગ સમાજ દ્વારા કરાઇ રહી છે. જેમાં હિંમતનગરમાં કોંગ્રેસની યોજાયેલી બેઠકમાં કાર્યકરો સહિતે લાલસિંહ પરમારને ટિકિટ આપવા માંગ કરી હતી.

શુક્રવારે હિંમતનગર શહેરના બાયપાસ પર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લાલસિંહ પરમારને ટિકિટ આપવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકારો, સરપંચો,તાલુકા સદસ્યો,સામાજીક આગેવાનો સહિત યુવાનોએ બેઠક યોજી હતી. સાબરકાંઠા જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી મુદ્દસ્સર વિજાપુરાએ જણાવ્યું કે આગામી મંગળવારે ઓબીસી લઘુમતી ઠાકોર ક્ષત્રિય ટેકેદારો સાથે લાલસિંહ પરમાર ઉમેદવારી પત્ર ભરશે તેવો નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસે ટિકિટની ફાળવ્યા બાદ સંગઠન દ્વારા કાર્યકરો અને ટેકેદારોનો આક્રોશ ઠંડો પાડવા પ્રયાસ કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...