હવામાન:સપ્તાહના અંતે તાપમાન 40 ડિગ્રી નીચે જવાની સંભાવના

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલ જિલ્લાજનો માટે હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર મળી રહ્યા છે સપ્તાહના અંતે ગરમીનો પારો 3 થી 5 ડિગ્રી નીચે આવવાની સંભાવના છે અને રવિવારે 39 ડિગ્રી તાપમાન નોંધાવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે જો કે ઉકળાટમાં રાહત મળવાની સંભાવના નહિવત્ છે હવામાન સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બુધવારે 43.2 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું અને આજે ગુરુવારે મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર કર્યા બાદ ઝડપથી નીચું આવવું શરૂ થશે અને રવિવાર સુધીમાં 39 ડીગ્રી તાપમાન નોંધાઇ શકે છે.

હાલમાં દિવસનું તાપમાન વધવાની સાથે સવારનું લઘુત્તમ તાપમાન પણ 27-28 ડીગ્રીની આસપાસ રહેતા સવારે પણ ગરમીમાંથી રાહત મળતી નથી. હવામાન વિભાગનું આંકલન ખરું ઉતરશે તો સરેરાશ તાપમાનમાં રવિવાર સુધીમાં 3 થી 5 ડિગ્રી ઘટાડો થતાં વત્તાઓછા અંશે ગરમીમાં રાહત અનુભવાશે જોકે ઉકળાટમાં થી રાહત મળવાની સંભાવના નહિવત્ છે એકંદરે હીટવેવ સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...