ધમકી આપી હુમલો:કલ્યાણપુરામાં અદાવતમાં મહિલાની છેડતી, રૂ. 1.40 લાખ મત્તાની લૂંટ

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 મહિલા સહિત 33 સામે નામજોગ સહિત 100ના ટોળા વિરુદ્ધ ગુનો

ભિલોડા તાલુકાના કલ્યાણપુરામાં સાત વર્ષ અગાઉ કુટુંબી ની થયેલી ની હત્યાની અદાવત રાખીને કુટુંબીઓ તેમજ સમાજના અન્ય લોકોએ તંબુ માં રહેતી મહિલા ની છેડતી કરીને તેને ગળામાં પહેલો સોનાનો દોરો તોડી તંબુમાં રહેલી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1.40 લાખની મતાની લૂંટ ચલાવી મહિલાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘાતક હથિયારો વડે હુમલો કરાતા મહિલાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં કુટુંબીઓ તેમજ સમાજના અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મારધાડ અને લૂંટના તેમજ છેડતીના આ ગુનામાં 7 મહિલા સહિત 33 આરોપીઓ વિરુદ્ધ નામજોગ સહિત 100આરોપીઓના ટોળા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ભિલોડા પોલીસ સ્ટેશનમાં અરુણાબેન કમલેશભાઈ ગામેતી એ નોંધાવેલી ફરિયાદ અનુસાર ભિલોડાના કલ્યાણપુરામાં શનિવારે બપોરના સમયે ૩૫ વર્ષીય મહિલા પોતાના તંબુમાં એકલી હતી.દરમિયાન ગામમાં કુટુંબીઓ અને આજુબાજુના ગામડાંના તેમજ સમાજના અને આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ ના આગેવાનો ની મિટીંગ મળી હતી.

આ મિટિંગમાં ચર્ચા ચાલતી હતી કે આ લોકો મર્ડર કરવા વાળા છે એમને કોઈ પણ રીતે ગામમાં રહેવા દેવાના નથી આ વાતને જાણ મહિલા ને અને તેના પરિવારને થઈ હતી કલ્યાણપુરામાં મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો તેમજ આદિવાસી સમાજના લોકો એકઠા થતા ભિલોડા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોકો પણ વિખરાઈ જતાં મામલો શાંત જણાતા પોલીસ પણ રવાના થઈ ગઈ હતી.

દરમિયાન બાજુના ચાર જેટલા શખ્સો સાડા ત્રણ કલાક ના સમયે અચાનક તંબુમાં આવીને મહિલાના શરીર અડપલા કરીને તેની છેડતી કરી ગાળાગાળી કરી મહિલાને ગડદાપાટુનો માર મારતા મહિલા નીચે પટકાઈ હતી આ હુમલામાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને હાથમાં લાકડી તલવાર ધારિયા જેવા ઘાતક હથિયારો લઇ મહિલાના તંબુમાં ગેરકાયદે પ્રવેશ કરીને મહિલાએ ગળામાં પહેરેલ રૂપિયા ૫૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી લઈ તંબુમાં થેલામાં ખેતીકામ માટે રાખવામાં આવેલા રોકડ રૂપિયા 90000 સહિત કુલ રૂપિયા 1.40 લાખની મતાની લૂંટ ચલાવીને મહિલા અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાત મહિલા સહિત કુલ ૩૩ લોકો વિરુદ્ધ નામ જોક ગુનો નોંધ્યો હતો.

2015માં કુટુંબીઓ વચ્ચે તકરાર થતાં હત્યા થઈ હતી, જેની અદાવત રાખી હુમલો કર્યો
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2015માં કુટુંબીઓ જોડે તકરાર થઇ હતી જેમાં મારામારી થતા દિનેશભાઈ શકરાજી ગામેતી નું મોત થતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં મહિલા અને તેના જેઠઅરવિંદ ભાઈ ગામેતી પતિ કમલેશ નારણ ભાઈ ગામેતી અને ભત્રીજા ગૌરવ કુમાર રમેશભાઈ અને જેઠ રમેશ ભાઈ નારણભાઈ ગામેતી વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો આ કેસ મોડાસાની કોર્ટમાં ચાલી જતા મહિલાના જેઠ રમેશભાઈ નારાયણભાઈ ગામેતી ને કોર્ટે જન્મટીપની સજા કરી હતી અને મહિલા સહિત અન્ય આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી મૂકયા હતા

અન્ય સમાચારો પણ છે...