નાણાં પરત અપાવવા માંગ:તલોદની નમસ્કાર શરાફી મંડળીના સભ્યોએ MLAને ઘેર્યા

હિંમતનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 13.16 કરોડની થાપણો ડૂબી જતાં નાણાં પરત અપાવવા માંગ કરી
  • ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરવા આશ્વાસન આપ્યું

તલોદની નમસ્કાર સહકારી શરાફી મંડળીમાં સભાસદો, થાપણદારો અને બચત ખાતાધારકોના કરોડો રૂપિયા ડૂબ્યા બાદ ચારેક વર્ષથી પોલીસ ફરિયાદ નોંધાવાથી વિશેષ કાર્યવાહી ન થતા થાપણદારોએ વક્તાપુર ગામે પહોંચી તલોદ ધારાસભ્યના ઘેર પહોંચી અમને અમારા નાણા પાછા અપાવોનો સૂત્રોચ્ચાર કરી ઘેરાવ કર્યો હતો.

સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે તલોદની ખ્યાતી પ્રાપ્ત ધી નમસ્કાર સહકારી શરાફી મંડળીમાં નાનાથી માંડી મધ્યમવર્ગના લોકોએ બચત ખાતા, રીકરીંગ થાપોણો મૂક્યા હતા. શરાફી મંડળીના વહીવટકર્તાઓએ તેમના સગાવ્હાલા મળતીયાઓને કોઈપણ જાતની ગેરંટી કે સિક્યુરી મેળવ્યા વગર ખોટા ઠરાવ કરી કરોડો રૂપિયાનું ધિરાણ કર્યાનું વર્ષ 2018માં બહાર આવ્યા બાદ વહીવટદાર તરીકે નિમાયેલ સા.કાં. બેંકના તલોદ બ્રાન્ચના મેનેજરે મંડળીના પૂર્વ ચેરમેન, એમડી ડિરેક્ટરો અને બોગસ ધિરાણ મેળવનાર શખ્સો સહિત કુલ 34 જણા વિરુદ્ધ રૂ.7.99 કરોડનું ખોટું ધિરાણ આપવા અને રૂ.13.16 કરોડની થાપણો ડૂબાડવા અંતર્ગત તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ચાર વર્ષ વીતી જવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા બુધવારે તલોદના મજૂરી કરતા નાના-મોટા પરિવારો કે જેમના જીવનની મૂડી લૂંટાઈ ગઈ છે મોટી સંખ્યામાં એકઠા થઈ તલોદ ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટરના વક્તાપુર સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને અમને અમારા પૈસા પરત અપાવોનો સૂત્રોચાર કરી ઘેરાવ કર્યો હતો અને રજૂઆત કરી હતી કે છેલ્લા ચાર વર્ષથી રજીસ્ટ્રાર, પોલીસ, સા.કાં. બેંક ચેરમેન ધારાસભ્યને રજૂઆત કરી રહ્યા છીએ પરંતુ નાણા પરત મળ્યા નથી. રાજ્યના અન્ન અને પૂરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે તમામને સાંભળી સમગ્ર પ્રકરણનો ઉકેલ લાવવા અને થાપણદારોને નાણા પરત મળે તે માટે સરકારમાં રજૂઆત કરવા આશ્વાસન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...