તલાટીઓ ભગવાનના શરણે:હિંમતનગરના તલાટીઓ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા, ધૂન સાથે શિવલિંગનો જલાભિષેક કર્યો

સાબરકાંઠા (હિંમતનગર)7 દિવસ પહેલા
  • જિલ્લાના તલાટીઓ ભગવાનના શરણે પહોંચ્યા, ધૂન સાથે જલાભિષેક કર્યો

સાબરકાંઠા જીલ્લાના તલાટીઓ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. તો ગઈકાલે તલાટીઓએ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને આજે મંગળવારથી હડતાલની શરૂઆત કરી હતી. આજે જિલ્લાના તલાટીઓ ભગવાનના શરણે પહોંચ્યા હતા અને ધૂન સાથે જલાભિષેક કર્યો હતો.

તલાટીઓએ માગણીઓને લઈને હડતાલનું રણશિંગુ ફૂંક્યું
સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાના 452 ગામડાઓમાં 532 ગામો આવેલા છે, જ્યાં 301 તલાટીઓ ફરજ બજાવે છે. ત્યારે તેમની પડતર માંગણીઓને લઈને ફરી વાર હડતાલનું રણશિંગું ફૂંક્યું છે. તો ગઈકાલે તલાટીઓએ એકઠા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતારવાને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ આવેદનપત્ર આપી.જાણ કરી હતી. રાષ્ટ્ર માટે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તલાટીઓ જોડાશે તેવું પણ તેમને આવેદનપત્રમાં બાહેધરી આપી અચોક્કસ મુદતની હડતાલ શરુ કરી છે.

શિવલિંગ પર જલાભિષેક કર્યો
આજે મંગળવારે તમામ તલાટીઓ હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા મહાકાલી મંદિરના પટ્ટાગણમાં પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવાજીના શરણે એકઠા થયા હતા. તેમજ શિવલિંગ પર જલાભિષેક કર્યો હતો. તો બીજી તરફ શિવજીની ધૂન પણ કરી હતી..તેમણે પ્રાર્થના કરી હતી કે પડતર માંગણીઓને નિકાલ આવે તેવું જિલ્લા તલાટી એસોસિયેશનના પ્રમુખ હર્ષવર્ધનસિંહ કુંપાવતે જણાવ્યું હતું કે અગામી દિવસોમાં પણ હડતાલને લઈને આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...