'હર ઘર તિરંગા':હિમતનગરમાં રાષ્ટ્રવ્યાપી અભિયાનની તાડમાર તૈયારીઓ, જિલ્લામાં તિરંગા વિતરણ શરૂ કરાયું

સાબરકાંઠા (હિંમતનગર)14 દિવસ પહેલા
  • 51 સબ પોસ્ટ ઓફિસ સહીત 52 પોસ્ટ ઓફીસમાં તિરંગાનું વેચાણ

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં હેડ ઓફીસ અને 51 સબ પોસ્ટ ઓફિસ સહીત 52 પોસ્ટ ઓફીસમાં બુધવારથી તિરંગાનું વેચાણ શરુ થયું છે. 'હર ઘર તિરંગા' ને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની પોસ્ટ ઓફિસમાં તિરંગાનું વેચાણ શરૂ થઇ ગયું છે. તો 20 ઇંચ x 30 ઇંચના તિરંગાનું રૂ.25માં વેચાણ થઇ રહ્યું છે. તો હિમતનગર હેડ પોસ્ટઓફીસ અને 51 સબ પોસ્ટ ઓફીસ મળી 52 સ્થળે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફીસમાં બુધવારે તિરંગા વેચાણ શરુ કર્યું થયું છે.

સંસ્થાઓ દ્વારા તિરંગાની ખરીદી કરાઈ
આ અંગે હિમતનગરની હેડ પોસ્ટઓફીસના પોસ્ટ માસ્ટર એન.એલ.બલાતે જણાવ્યું હતું કે, ડીવીઝન ઓફિસમાંથી 13,356 તિરંગા આવ્યા છે. જેમાંથી 51 પોસ્ટ ઓફિસમાં 100 થી માંડીને 500 નંગ સુધી વેચાણ માટે આપવામાં આવ્યા છે. તો હિમતનગર પોસ્ટ ઓફિસમાં 1000 થી વધુ તિરંગા વેચાણ માટે રાખવામાં આવ્યા છે. બુધવારે સવારથી વેચાણ શરૂ થયું છે અને બપોર સુધીમાં શહેરીજનો પોસ્ટ ઓફિસમાં તિરંગા લેવા માટે આવી પહોચ્યા હતા. તો સંસ્થાઓ દ્વારા તિરંગાની ખરીદી કરાઈ હતી. તો સવારથી બપોર સુધીમાં 500 જેટલા તિરંગાનું વેચાણ થયું હતું. 13 થી 15 ઓગષ્ટ સુધીમાં 'હર ઘર તિરંગા'ની ઉજવણીને લઈને તિરંગા લેવા માટે શહેરીજનો આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...