રાજકીય ગરમાવો:AHP ના સુપ્રિમો ડો. પ્રવિણ તોગડીયાએ સાબરકાંઠામાં કાર્યકરોની મુલાકાત લીધી

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી સમયે પ્રવિણ તોગડિયાએ મુલાકાત લેતાં રાજકીય ગરમાવો

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડૉ.પ્રવિણભાઈ તોગડિયાએ હિંમતનગર અને ઈડરના કુકડીયામાં કાર્યકરોની મુલાકાત લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કુકડીયામાં અરવિંદ ત્રિવેદીના ભાભી ઉર્મિલાબેનના ઘેર બેસવા ગયા બાદ હિંમતનગર પહોંચતા વણઝારાવાસમાં રહેતા સામાજિક કાર્યકર છગનભાઇ વણઝારાના નિવાસ સ્થાને ડૉ. પ્રવિણભાઇ તોગડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના તાલુકા મંત્રી જગતસિંહ પ્રધાનસિંહ પરમાર, રાષ્ટ્રીય ધર્મ રક્ષા પરિષદ ના જિલ્લા અધ્યક્ષ ભાર્ગવભાઈ પ્રવિણભાઇ દવેના ઘેર જઈ શુભેચ્છા મુલાકાત લીધા બાદ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના કાર્યકર્તા મયુરભાઈ બંસીલાલ ભાટિયા છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ કરેલ હોઈ તેમને મળી ખબર અંતર પૂછી તબીબ સાથે પણ ચર્ચા કરી હતી. ચૂંટણી સમયે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સુપ્રીમો પ્રવીણ તોગડિયાની શુભેચ્છા મુલાકાતે રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેમના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રવાસમાં સાબરકાંઠા જિલ્લા અને શહેરના કાર્યકર્તા અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...