ભાસ્કર વિશેષ:ઇડરના દેત્રોલી ગામની ધો-9 પાસ મહિલા ડેરી ફાર્મિંગ અને વર્મી કમ્પોસ્ટની તાલીમ લઈ આત્મનિર્ભર બની

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેમની પાસે 4 ગાય છે અને દર મહિને રૂ.9 હજારથી વધુની આવક મેળવી રહ્યા છે

ઇડર તાલુકાના દેત્રોલી ગામની ધોરણ 9 પાસ મહિલાએ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં તાલીમ અને બેંક દ્વારા મળતી લોનનો લાભ લઇ પશુપાલન કરી દર મહિને 9 હજાર થી વધુની આવક મેળવી આત્મનિર્ભર બની પરિવારને આર્થિક મદદ કરી રહ્યા છે.

દેત્રોલી ગામના ભાવનાબેન આર. ઠાકરડાના જણાવ્યાનુસાર તમેણે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે તેમના પતિ રોહિતભાઇ ખેડૂત છે અને તેમનો મુખ્ય સ્ત્રોત ખેતી હોવાથી પાક થાય અને તે વેચાય ત્યાં સુધી નાના-મોટા તમામ ખર્ચ માટે તેમણે ખૂબ વિચાર કરવો પડતો હતો અને તે તેમના પરીવારને આર્થિક સહિયોગ કરવા માટે કોઇ આર્થિક ઉપાર્જનના સાધન વિશે વિચારી રહ્યા હતા.

ત્યારે તેમને બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા વિશે ત્યારે જાણ થઇ અને બી.ઓ.બી. બેંક દ્વારા આયોજિત બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, સા.કાં.ના ઉદ્યોગ સાહસિકતા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહી માહિતી મેળવી આ પ્રોગ્રામ થકી તેમના જીવનમાં પરીવર્તન આવ્યું અને ટૂંક સમયમાં જ ડેરી ફાર્મિંગ અને વર્મી કમ્પોસ્ટ બનાવવાના છ દિવસના તાલીમ કાર્યક્રમ માટે નોંધણી કરાવી.

તેમણે તાલીમ દરમિયાન બિઝનેસ એન્ટરપ્રાઈઝ વગેરેને સફળ ચલાવવા માટે જરૂરી ગુણો અને લક્ષણો આત્મસાત કર્યા હતા. જેથી તેમનામાં ઘણો આત્મવિશ્વાસ આવ્યો અને આઇએસઇટીઆઇ ખાતેની તાલીમે તેમને ડેરી ફાર્મિંગ યુનિટ શરૂ કરવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.

હાલમાં તેમની પાસે 4 ગાય છે અને દર મહિને રૂ. 9 હજાર થી વધુ આવક મેળવી રહ્યા છે તેમજ ચાલુ વર્ષની અંદર દૂધાળાં પશુઓની સંખ્યા વધારીને 8 કરવા માટે કટિબદ્ધ છે. તેમને બેંક ઓફ બરોડાની નવા રેવાસ શાખા દ્વારા વધુ પશુ ખરીદવા માટે ડેરી ફાર્મિંગ સ્કીમ લોન મંજૂર કરવામાં આવી છે જેથી પશુપાલન દ્વારા તેમની આવક વધારવામાં મદદરૂપ મળી રહે.

અન્ય સમાચારો પણ છે...