હિંમતનગરના સવગઢ નજીક આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કુલના પ્રિન્સીપાલની ઓફિસની બારી ખોલી સળીયા કાપી બે અજાણ્યા ચોર ઇસમોએ પ્રિન્સીપાલ તેમજ કલાર્કની ઓફિસમાંથી બે લેપટોપ, હાર્ડડિસ્ક તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 95,700નો ચોરી કરી નાસી ગયા હતા. ચોરીના બનાવ અંગે સેન્ટ ઝેવિયર્સ સ્કુલના કલાર્કે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સવગઢ ખાતે અવોલી સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં ગુરૂવારે વહેલી સવારે ચોર ઇસમોએ પ્રિન્સીપાલ અગસ્ટીન સાંઇમન ખ્રીસ્તી તેમજ કલાર્ક તરીકે ફરજ બજાવતા કિર્તીકુમાર લલીતભાઇ ગામેતીની ઓફિસમાં કોઇ ચાર અજાણ્યા ઇસમો પૈકી બે શખ્સોએ પ્રિન્સીપાલની ઓફિસની બારી ખોલી સળીયા કાપી ઓફિસમાં પ્રવેશ કરી ડેલ કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા 30 હજાર તથા 1 ટીબીની હાર્ડડિસ્ક કિંમત રૂપિયા 5 હજાર તથા કલાર્કની ઓફિસમાંથી ડેલ લેપટોપ કિંમત રૂપિયા 40 હજાર તેમજ ડ્રોવરમાં રોકડ રૂપિયા 700 મળી કુલ રૂપિયા 95,700ની ચોરી કરી નાસી ગયા હતા. સવારે જ્યારે ચોરીના બનાવ અંગેની જાણ થતા જ સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં ફરજ બજાવતા કલાર્ક કિર્તીકુમાર લલીતભાઇ ગામેતીએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ચાર અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં વહેલી સવારે સ્કુલના પાછળના ભાગેથી કમ્પાઉન્ડમાં ચાર તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. બાદમાં ઓફીસ બહાર બે જણા ઉભા રહ્યાં અને બાકીના બે જણા બારીના સળિયા કાપી અંદર પ્રવેશ કરીને ચોરી કરી લઇ ગયા હતા. જે ચોરી કરતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા તો પોલીસે સીસીટીવી કબજે લઇ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.