ચોરી:હિંમતનગર ડેપોના પાર્કિંગમાંથી એસટી બસની બેટરીઓ ચોરાઇ

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાયવરે બસ ચાલુ કરતાં ન થતાં ચોરી થયાની જાણ થઇ

હિંમતનગર બસસ્ટેન્ડમાં પાર્કિંગવાળી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી મૂકેલ બસમાંથી તા.21-04-22ની રાત્રિ દરમ્યાન બે બેટરીની ચોરી થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો અને બે સપ્તાહ ઉપરાંતની શોધખોળને અંતે રૂ.16 હજારની બેટરીઓ ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી.

હિંમતનગર એસ.ટી.ડેપોમાં ડ્રાયવર તરીકે નોકરી કરતા ઘનશ્યામસિંહ દિલીપસિંહ ઝાલા (રહે વક્તાપુર તા.હિંમતનગર) તા. 21-04-22 ના રોજ હિંમતનગરથી ચાણ્સમા રૂટમાં જવાનું હોઇ એસ.ટી.બસ નં. જીજે- 18-ઝેડ-1299 એસટી ડેપોમાં પાર્ક કરી મૂકેલ હોઇ બસ લેવા જતાં બસ ચાલુ થઇ ન હતી.

જેથી બાજુમાં બેટરી બોક્ષનાં જોતા બેટરીઓ જોવા ન મળતાં ઇલેક્ટ્રીશિયન લક્ષ્મીબેન રોત તથા ઉપરી અધિકારીને જાણ કરી ઉપરોકત બેટરીઓની શોધખોળ કરતાં મળી આવી નહતી. જેથી કનુભાઈ વાલજીભાઈ દેસાઈએ બે બેટરી ચોરી થઈ ગઈ હોવા અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...