તુલસી વિવાહ:હિંમતનગરના શ્રી શક્તિ મહિલા મંડળ દ્વારા સતત 30માં વર્ષે તુલસી વિવાહનું આયોજન; યજમાનો દ્વારા મામેરું ભરાયું

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા પંચદેવ મંદિર પાસે શ્રી શક્તિ મહિલા મંડળ દ્વારા સતત 30માં વર્ષે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે મહિલા મંડળના પ્રમુખ હીરા પટેલ, મંત્રી દક્ષા સોની અને રમીલા સોનીએ જણાવ્યું હતું કે, સતત 30માં વર્ષે તુલસી વિવાહનું આ આયોજન કરવામાં આવ્યું હતું. યજમાનો દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું.

વરઘોડા સાથે જાન લગ્નની ચોરીએ પહોંચી
જીજ્ઞેશ પટેલ લક્ષ્મીનારાયણ સોસાયટીના રહેવાસી લાલજીના યજમાન હતા. તો રમેશચંદ્ર ખત્રી શિલ્પ સોસાયટીના રહેવાસી તુલસી માતાના યજમાન અને ચંદુલાલ પંચાલ રતનપાર્ક સોસાયટીના રહેવાસી મામા થયા અને મામેરું ભર્યું હતુ. કુલદીપ પટેલ પરિવાર પ્રસાદના દાતા, કલ્પેશ રામી ફૂલહારના દાતા, જયેશ સોની દાગીનાના દાતા, જગદીશ પરમાર મંડપના દાતા, આશિત દરજી સાઉન્ડના દાતા, કૈલાસ સોની સંગીત પાર્ટીના દાતા, સવિતા પટેલ પત્રિકાના દાતા હતાં. આમ, દાતાઓ દ્વારા ચોરી બનાવવામાં આવી હતી અને મંદિરને રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો. મામેરું પણ ભરવામાં આવ્યું હતું અને વરઘોડા સાથે જાન લગ્નની ચોરીએ પહોંચી હતી અને વાજતે-ગાજતે મંત્રોચ્ચાર સાથે રાત્રે લગનીયા ગીતો અને ફટાણા સાથે તુલસી વિવાહ યોજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...