ચાઈનીઝ દોરી વેચી તો ગયા!:સાબરકાંઠામાં પાંચ સ્થળેથી ચાઇનીઝ દોરીની 148 ફીરકી ઝડપી લીધી; તલોદ,વડાલી અને ઇડર પોલીસ સ્ટેશનમાં 5 સામે ગુના નોંધાયા

સાબરકાંઠા (હિંમતનગર)23 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લામાં એસઓજીની ટીમે તલોદ અને વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર જણા પાસેથી રૂ.26,800ની 134 ચાઇનીઝ દોરીની ફીરકી સાથે ઝડપી લીધા હતા. તો તલોદ પોલીસ સ્ટેશનમાં બે અને વડાલીમાં પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજું ઇડર પોલીસે બાતમીના આધારે બડોલી ગામમાં ઘરે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને 14 ફીરકી સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અ અંગે એસઓજીના પીઆઈ એન.એન.રબારીએ જણાવ્યું હતું કે, એસઓજીના પીએસઆઈ કે.બી.ખાંટ અને સ્ટાફના કિરીટસિંહ, ભાવેશકુમાર, ગોવર્ધન, સુરતાનસિંહ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તલોદના સલાટપુર ગામની પ્રાથમિક શાળાની આગળથી પનાપુર ગામના રવીન્દ્રકુમાર મખુસિંહ ઝાલા પાસેથી ચાઇનીઝ દોરીની ફીરકી 12 નંગ રૂ.2400ની સાથે ઝડપી લીધો હતો. તો તલોદ ગામના તળાવ પાસેથી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરી ગામના હાલ રહે રૂપાલના જયરાજસિંહ મંગળસિંહ ચૌહાણ પાસેથી ચાઇનીઝ દોરીની ફીરકી નંગ 20 રૂ.4000 સાથે ઝડપી લીધેલો તો બંને આરોપીઓ સામે અલગ-અલગ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તો એસઓજીના પીએસઆઈ કે.બી.ખાંટ સ્ટાફના કાળુભાઈ, ભાવેશકુમાર, મયુરધ્વજસિંહે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી આધારે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેપડી માતાજીના મંદિરના બાજુમાં રોકસ્ટાર સાઉન્ડ નામની દુકાનમાંથી ચાઇનીઝ દોરીની ફીરકી 81 નંગ રૂ.16200 સાથે પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા મિલન કાન્તીભાઈ બારોટને ઝડપી લીધો હતો. બીજી તરફ બારડીયા કમ્પામાં જવાના માર્ગ પર દાંત્રોલી ગામના વિષ્ણુ અમરત ઠાકોર પાસેથી ચાઇનીઝ દોરીની ફીરકી 21 નંગ રૂ. 4200 સાથે ઝડપી લીધો હતો. તો બંને સામે અલગ-અલગ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ તલોદ અને વડાલી પોલીસ સ્ટેશનમાં બે-બે મળી ચાર ગુનામાં ચાઇનીઝ દોરોની ફીરકી સાથે ચાર જણાને ઝડપી લીધા હતા.

ઇડર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એમ.પટેલ સ્ટાફના ચાપાભાઈ, વિક્રમભાઈ, રાજેન્દ્રસિંહ, સુરેશસિંહ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે બડોલીમાં ઘરમાં મોનો સ્કાય કંપનીની કાળા કલરની ચાઇનીઝ દોરીની ફીરકી વેચાણ કરતા વિજયકુમાર મનીષકુમાર વણકરને ઝડપી લઈને 14 ફીરકી સાથે રૂ.2800 નો મુદ્દામાલ કબજે લઈને તેના સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...